કાર્તિક આર્યને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટના માધ્યમથી તેની આગામી ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ની નવી રિલીઝ-તારીખ શૅર કરી છે
ફિલ્મનું પોસ્ટર
કાર્તિક આર્યને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટના માધ્યમથી તેની આગામી ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ની નવી રિલીઝ-તારીખ શૅર કરી છે. આ ફિલ્મ અગાઉ ૨૦૨૬ની ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, પણ હવે એ બે મહિના પહેલાં ૨૦૨૫ની ૩૧ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. કાર્તિક આર્યને આ વાતની જાહેરાત પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં કરીને કૅપ્શન લખી છે, ‘વર્ષનો તમારો છેલ્લો દિવસ અમારી સાથે છે #તૂમેરીમૈંતેરામૈંતેરાતૂમેરી આ વર્ષે ૩૧ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. વર્ષ સમાપ્ત થાય છે અને પ્રેમ શરૂ થાય છે.’


