Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Latest Films

લેખ

આજે દેવગન

અજયે ૨૦૧૦ની કઈ અફવા વિશે છેક હમણાં ચોખવટ કરી?

૨૦૧૦માં એવી અફવા ફેલાયેલી કે અજય દેવગને ૮૪ કરોડ રૂપિયામાં પ્રાઇવેટ જેટ ખરીદ્યું છે આ અફવા વિશે અજયે છેક હમણાં સ્પષ્ટતા કરી હતી. ફિલ્મ ‘રેઇડ 2’ના પ્રમોશન દરમ્યાન અજયે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે...

06 May, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુનિયર એનટીઆર અને પ્રશાંત નીલ

RRR પછી જુનિયર એનટીઆરનું દમદાર કમબૅક

આવતા વર્ષે રજૂ થશે ૩૫૦ કરોડ રૂપિયાના બજેટથી બનનારી ડ્રૅગન. હાલમાં ફિલ્મ ‘ડ્રૅગન’ની વાર્તાની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી પણ આ બહુ ભવ્ય પ્રોજેક્ટ છે.

02 May, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાતિમા સના શેખ

બૉલીવુડ વાઇફ બનશે ફાતિમા સના શેખ

મધુર ભંડારકરની ફિલ્મનું શૂટિંગ ઑગસ્ટમાં શરૂ થશે અને એેને આવતા વર્ષે થિયેટરમાં રિલીઝ થશે.

02 May, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન

આમિરે પહલગામ-અટૅકને કારણે સિતારે ઝમીન પરનું ટ્રેલર-લૉન્ચ કર્યું પોસ્ટપોન

ફિલ્મ સાથે સંકળાયેલા લોકોએ પહલગામમાં જીવ ગુમાવનારાઓનો મલાજો જાળવવા આ નિર્ણય લીધો.

01 May, 2025 06:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સ્નેહા દેસાઈ (તસવીર ડિઝાઈન : સોહમ દવે)

ઉપરવાળાએ મારા જીવનનો સ્ક્રિનપ્લે બહુ સરસ લખ્યો છે : લેખિકા સ્નેહા દેસાઈ

માર્ચ મહિનો પરીક્ષા, ગરમી અને હોળીની રજા માટે તો ખરો પણ સૌથી અગત્યનો એક દિવસ માર્ચમાં આવે છે અને તે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day 2024). છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ માર્ચ મહિનાના પહેલા દિવસથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાત છેડે છે. દર વર્ષે આપણે મળીએ છીએ એવી ગુજરાતી મહિલાઓને જેમણે પોતાના દમ પર આવડત અને મહેનતથી પોતાની એક અલગ પ્રતિભા ઊભી કરી છે. વર્ષ ૨૦૨૪માં પણ આ ક્રમ તો જળવાશે જ અને 8મી માર્ચ સુધીમાં તમે રોજ એક એવી સ્ત્રી વિશે જાણશો જેણે પોતાની કારકિર્દી ક્ષેત્રે અથવા તો અંગત જીવનમાં કંઇક એવું કર્યું છે જેને ખરેખર બિરદાવવા લાયક છે, પણ સાથે જ આ વર્ષે પહેલીવાર મહિલા દિવસ નિમિત્તે એવા પુરુષોની પણ વાત કરીશું, જેમણે મહિલા સશક્તિકરણ, મહિલાઓને વિવિધ ક્ષેત્રે તક અપાવવાથી લઈને તેમના જીવન બહેતર બનાવવા માટે સતત કામ કર્યું છે. આજે આપણે વાત કરીશું ગુજરાતી લેખિકા સ્નેહા દેસાઈ (Sneha Desai) વિશે, જેમણે કોર્પોરેટ નોકરીથી, રંગભૂમિના તખ્તા સુધીની સફર ખેડી છે અને હવે બૉલિવૂડમાં રાજ કરી રહ્યાં છે.

07 March, 2024 12:30 IST | Mumbai | Rachana Joshi
ધી બ્લાઇન્ડ ડેટ ફિલ્મનું એક દ્રશ્ય અને જમણે ડાયરેક્ટર મિહિર ઉપાધ્યાય

‘The Blind Date’: મિહિર ઉપાધ્યાયની આ ફિલ્મ દર્શાવે છે પ્રેમમાં પસંદગીની કશ્મકશ

પ્રેમ આંધળો હોય છે – આ વિધાન આપણે લાખ વાર સાંભળ્યું હશે, અનુભવ્યું હશે – કોઇ બીજાના અનુભવે કાં તો આપણી પોતાની જિંદગીમાં પણ. ગુજરાતી દિગ્દર્શક મિહિર ધીરજ ઉપાધ્યાયે  (Mihir Dhiraj Upadhyay) આ વાક્યને જાણે પોતાની ફિલ્મ ‘ધી બ્લાઇન્ડ ડેટ’ની (The Blind Date) વાર્તામાં વણી લીધું પણ જરા જુદા અર્થમાં જાણે કે એમ કહે છે કે બ્લાઇન્ડ ઇઝ લવ,  એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.  ટર્કીના ગોલ્ડન વ્હિટ એવોર્ડ, ઇન્ડો ફ્રેન્ચ ઇન્ટરનેશનલ એવોર્ડ, વિનસ કોમ્યુનિટી એવોર્ડ ઇસ્તંબુલ, ગ્લોબલ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ ફેસ્ટિવલ, બ્લેક સ્વાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, રોશન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જેવા અગણિત એવોર્ડ્ઝ  આ ફિલ્મને મળ્યાં છે તો આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં આ ફિલ્મની પસંદગી કરાઇ છે. હવે આ ફિલ્મ ડિઝની હૉટસ્ટાર (Disney Hotstar) પર પણ જોઇ શકાય છે અને ગયા અઠવાડિયે કાંદિવલીની સંસ્થા સંવિત્તિએ યોજેલા કાર્યક્રમમાં પણ આ ફિલ્મનું સ્ક્રીનીંગ યોજાયું. સાથે જનાન્તિક શુક્લની ફિલ્મ મૂળસોતાં – The Rootedનું સ્ક્રીનિંગ પણ કરાયું.

02 January, 2023 05:05 IST | Mumbai | Chirantana Bhatt

વિડિઓઝ

સુપ્રિયા પાઠક પોતાની સફર અને નવી ફિલ્મ

સુપ્રિયા પાઠક પોતાની સફર અને નવી ફિલ્મ "આંટીપ્રેન્યોર" વિશે કરી વાત

એવા સમાજમાં જ્યાં મહિલાઓ પર સતત સવાલો ઉઠાવવામાં આવે છે, ત્યાં સુપ્રિયા પાઠક કપૂર 65 વર્ષીય જસુબેન, જે ગૃહિણીમાંથી ઉદ્યોગસાહસિક બની છે, તેની પ્રેરણાદાયી સફરને "આંટીપ્રેન્યોર" માં જીવંત કરે છે. આ હૃદયસ્પર્શી ઇન્ટરવ્યુમાં, સુપ્રિયા તેની અભિનય પ્રક્રિયા, તેના વારસાને આગળ ધપાવવા અને "ખીચડી" ના પ્રતિષ્ઠિત `હંસા` થી આગળ કેવી રીતે આગળ વધી શકાય તે વિશે ખુલીને વાત કરે છે.

30 April, 2025 03:24 IST | Mumbai
મૈદાન ફિલ્મના ખેલાડીઓનો દોસ્તી ‘ગોલ’ સૌથી શ્રેષ્ઠ

મૈદાન ફિલ્મના ખેલાડીઓનો દોસ્તી ‘ગોલ’ સૌથી શ્રેષ્ઠ

અજય દેવગણની ફિલ્મ ‘મૈદાન’ ફિલ્મમાં ફૂટબૉલ ટીમના ખેલાડીઓનું પાત્ર ભજવનારા ચાર અભિનેતાઓએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ મુલાકાત કરી. રિષભ જોષી, દવિન્દર ગિલ, અમર્ત્ય રે અને તેજસ રવિશંકરે પોતાના કામ વિશે, આ ફિલ્મમાં કામ કરવાથી શું શીખવા મળ્યું તે વિશે અને તેમની વચ્ચેની દોસ્તી વિશે દિલ ખોલીને વાત કરી. તેમની મસ્તીભરી વાતોમાં મોજીલા યુથનો પરિચય તો થાય જ છે પણ આ સાથે જ એ પણ ખ્યાલ આવે છે કે દરેકનો જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ એક જુદી જ ગહેરાઇ ધરાવે છે. દરેક અભિનેતાએ એ પણ શૅર કર્યું કે જ્યારે તેઓ જેનું પણ પાત્ર રીલ પર ભજવતા હતા તેમના રિયલ લાઇફ પરિવારને મળ્યા ત્યારે તેમને કેવી લાગણી થઇ. લાંબા સમય સુધી મૈદાન ફિલ્મની રિલિઝ ડેટ પાછળ ઠેલાઇ હતી પણ આ મોજીલા એક્ટર્સ કહે છે કે ધીરજ રાખતા તો શીખી ગયા પણ દોસ્તી વધુને વધુ મજબુત થઇ છે. આજે તેઓ માત્ર દોસ્તો નથી પણ એક પરિવાર જેટલી નિકટતા અનુભવે છે.

25 April, 2024 08:51 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK