વારાણસીથી તેને મળવા આવેલા બોલી-સાંભળી ન શકતા ફૅન સાથે વાત કરીને ઇમોશનલ થઈ ગયો કાર્તિક આર્યન
કાર્તિક આર્યન તેના ચાહક સાથે
તાજેતરમાં કાર્તિક આર્યનના એક ચાહકે માત્ર તેને મળવા માટે વારાણસીથી મુંબઈનો પ્રવાસ કર્યો હતો. આ ચાહક બોલી કે સાંભળી નથી શકતો. કાર્તિક આ ફૅનને મળીને ઇમોશનલ થઈ ગયો હતો. કાર્તિકે સોશ્યલ મીડિયા પર આ ફૅનનો વિડિયો શૅર કરીને ઇમોશનલ પોસ્ટ લખી હતી. કાર્તિકે પોસ્ટની કૅપ્શનમાં લખ્યું હતું, ‘તું બોલી શક્યો નહીં, પણ તારા હાવભાવ દ્વારા હું તારી બધી લાગણીઓ સાંભળી શક્યો છું. તું સાંભળી શક્યો નહીં, પણ મને ખાતરી છે કે તું મારો તારા તરફનો બધો પ્રેમ અનુભવી શક્યો છે. મેં ઘણાં સારાં કર્મ કર્યાં હશે કે મને આવો શુદ્ધ પ્રેમ અને સ્નેહ મળ્યો. વારાણસીથી મુંબઈનો પ્રવાસ કરીને મારો દિવસ ખાસ બનાવવા અને મને ખૂબ ખાસ અનુભવ કરાવવા બદલ આભાર. હંમેશાં આભારી છું.’


