આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પાટણી લીડ રોલમાં દેખાશે.
રાણા દગુબટ્ટી
રાણા દગુબટ્ટીએ અમિતાભ બચ્ચનની ‘કલ્કિ 2898 AD’ની સરખામણી હૉલીવુડની ફિલ્મ ‘ઍવેન્જર્સ’ સાથે કરી છે. તેનું માનવું છે કે આ ફિલ્મમાં ‘ઍવેન્જર્સ’ જેવો અનુભવ થવાનો છે. આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પાટણી લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ ૨૭ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મને લઈને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં રાણા કહે છે, ‘સૌથી ભવ્ય ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ બનવાની છે. નાગ અશ્વિન મારો સારો ફ્રેન્ડ છે. માત્ર ભારતમાં જ નહીં, ભારતની બહાર રહેતા ભારતીયોને પણ આ ફિલ્મ કનેક્ટ કરશે. આપણા તરફથી ‘ઍવેન્જર્સ’ જેવી ફિલ્મ બને એની હું ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો.’