ઇલેક્શન કમિશનનો સપાટો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણીમાં સોમવારે પાંચમા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે મુખ્ય ચૂંટણીપંચે અત્યાર સુધીમાં દેશભરમાંથી મતદારોને આકર્ષિત કરવા માટે કૅશ, ડ્રગ્સ અને દારૂ સહિતની વસ્તુઓ વહેંચનારાઓ સામે કડક હાથે કામ લીધું હોવાનું જાણવા મળ્યું હતું. ઇલેક્શન કમિશને ગઈ કાલ સુધી કૅશ સહિત કુલ ૮૮૮૯ કરોડ રૂપિયાની વસ્તુઓ જપ્ત કરી હતી, જેમાં ૪૫ ટકા રકમ એકલા ડ્રગ્સની છે. ઇલેક્શન કમિશનની પ્રેસનોટ મુજબ ગુજરાતમાંથી સૌથી વધુ ૧૪૬૧ કરોડ, રાજસ્થાનમાંથી ૧૧૩૩ કરોડ, પંજાબમાંથી ૭૩૪ કરોડ, મહારાષ્ટ્રમાંથી ૬૮૫ કરોડ અને કર્ણાટકમાંથી ૫૫૪ કરોડ રૂપિયાની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. અત્યાર સુધીની કાર્યવાહીને ધ્યાનમાં રાખીએ તો ટૂંક સમયમાં જ જપ્તીનો આંકડો ૯૦૦૦ કરોડ સુધી પહોંચી જશે.

