9૦ના દાયકામાં કલાકારો કઈ રીતે કામ કરતા હતા એ જણાવ્યું કાજોલે
કાજોલે વાગોળી જૂની યાદો
કાજોલે જણાવ્યું હતું કે 90ના દાયકામાં કલાકારો વિપરીત પરિસ્થિતિમાં સુવિધા વગર કામ કરતા હતા. કાજોલે એક ફોટો શૅર કરીને અજય દેવગન, શાહરુખ ખાન, આમિર ખાન અને જુહી ચાવલાને એક સવાલ કર્યો હતો. આ ફોટો તેની ફિલ્મ ‘ઇશ્ક’ના સેટ પરનો છે જેમાં કાજોલ લિપસ્ટિક લગાવતી જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપરાનો નિક જોનાસને કિસ કરતો ફોટો વાઈરલ
ADVERTISEMENT
‘ઇશ્ક’ના સેટ પરનો આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાજોલે કૅપ્શન આપી હતી કે ‘થ્રો બૅક ટુ ‘ઇશ્ક’. મોટા ફોન. આખો દિવસ સેટ પર અમે બેઠાં રહેતાં હતાં, કારણ કે અમારી પાસે વૅન નહોતી અને જે રૂમ મળતા હતા એ સેટ પરથી ખૂબ દૂર હોવાથી ત્યાં વારંવાર જવું શક્ય નહોતું. અમે વરસાદ, તડકો અને ગરમી સહન કરીને કામ કરતાં હતાં. આમ છતાં અમે સારાં દેખાતાં હતાં. 9૦ના દાયકાના તમામ કલાકારો, મારી આ વાત સાથે સહમત છો?’