ફિલ્મના ઍક્ટર અને ડિરેક્ટર રિષબ શેટ્ટી, જુનિયર એનટીઆર અને ‘KGF’ના ડિરેક્ટર પ્રશાંત નીલની હાલમાં મુલાકાત થઈ હતી
જુનિયર એનટીઆર, રિષબ શેટ્ટી, પ્રશાંત નીલ
રિષબ શેટ્ટીની ‘કાંતારા’ની આગામી ફિલ્મમાં જુનિયર એનટીઆર દેખાશે એવી ચર્ચા છે. પહેલી ફિલ્મ લોકોને ખૂબ ગમી હતી. આ ફિલ્મની હવે પ્રીક્વલની જાહેરાત કરવામાં આવી છે. ‘કાંતારા ચૅપ્ટર 1’માં જુનિયર એનટીઆર દેખાય એવી શક્યતા છે. ‘કાંતારા’ની ફિલ્મના અંત બાદ આગામી ફિલ્મમાં એ પહેલાં શું થયું હતું એની સ્ટોરી દેખાડવામાં આવશે. એની અનાઉન્સમેન્ટ થતાં જ એના કલાકારોને લઈને ચર્ચા થવા માંડી હતી. એવામાં આ ફિલ્મના ઍક્ટર અને ડિરેક્ટર રિષબ શેટ્ટી, જુનિયર એનટીઆર અને ‘KGF’ના ડિરેક્ટર પ્રશાંત નીલની હાલમાં મુલાકાત થઈ હતી. આ ત્રણેય બૅન્ગ્લોરમાં મળ્યા હતા. એથી એવી અટકળો લગાડવામાં આવે છે કે ‘કાંતારા ચૅપ્ટર 1’માં જુનિયર એનટીઆર અગત્યના રોલમાં જોવા મળશે. એને લઈને તેમના ફૅન્સ પણ આતુર છે. આ ફોટો જુનિયર એનટીઆરે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.