સિનેમા અને ડિજિટલ પ્લૅટફૉર્મ બન્ને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે:અનુષ્કા
અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા મુજબ સિનેમા અને ડિજિટલ પ્લૅટફૉર્મ એકબીજા માટે સહઅસ્તિત્વ ધરાવશે. અનુષ્કાની ‘પાતાલ લોક’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. ડિજિટલ પ્લૅટફૉર્મના ચલણથી થિયેટરમાં જવાનો અનુભવ ઘટી નહીં જાય એ વિશે અનુષ્કાએ કહ્યું હતું કે ‘આ બન્નેમાં થોડો જ તફાવત જોવા મળશે. એ એક કુદરતી બાબત છે જે સમય સાથે બદલાય છે. એક પ્રોડ્યુસર, એક ફિલ્મમેકર તરીકે આપણે એ વિચારવું પડશે કે કયા પ્લૅટફૉર્મ માટે કઈ કન્ટેન્ટ બનાવવામાં આવે. એથી ડિજિટલ પ્લૅટફૉર્મ પર યોગ્ય સ્ટોરીઝ દેખાડવી પણ અગત્યનું બની જશે. થિયેટર્સમાં જવાનો અનુભવ ડિજિટલ પ્લૅટફૉર્મ કદી પણ છીનવી શકશે નહીં. એથી મને લાગે છે કે બન્ને એકબીજા સાથે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે.’