ગૉલ-બ્લૅડરની વૉલમાં સ્ટોનને કારણે ઇન્ફેક્શન થયું હતું એ હવે ઠીક થઈ ગયું છે
ભરતી સિંહની તસવીર
કૉમેડિયન ભારતી સિંહે પોતાના એક વિડિયો દ્વારા માહિતી આપી હતી કે તેને ગૉલબ્લૅડરમાં સ્ટોન છે. તેણે એ માટે ઇમર્જન્સી સર્જરી કરાવવી પડે એમ છે. તેને સ્ટોનને કારણે ઇન્ફેક્શન થયું હતું. પેટમાં સતત દુખાવો ઊપડતાં ભારતીએ હૉસ્પિટલમાં ઍડ્મિટ થવું પડ્યું હતું અને હવે તેને ડિસ્ચાર્જ મળી ગયો છે. ડિસ્ચાર્જ મળ્યા બાદ તેણે ફરી કામ પણ શરૂ કરી દીધું છે. એ વિશે ભારતી કહે છે, ‘મને એ વાતની ખુશી છે કે ફાઇનલી મને ઘરે આવવા મળ્યું. મારો દીકરો ગોલા અને મારો પરિવાર મને જોવા મળ્યો. જોકે મારી સર્જરી થવાની બાકી છે. ગૉલ-બ્લૅડરની વૉલમાં સ્ટોનને કારણે ઇન્ફેક્શન થયું હતું એ હવે ઠીક થઈ ગયું છે એટલે અત્યારે મને હવે ડિસ્ચાર્જ મળી ગયો છે.’