આ વર્ષે અમિતાભ બચ્ચનને મળશે ANR નૅશનલ અવૉર્ડ
ખ્ફ્ય્ના ઍક્ટર પુત્ર નાગાજુર્ને આ વિશે માહિતી આપી હતી કે ‘મારા પપ્પા અમિતાભ બચ્ચનના ફૅન હતા અને તેમના આખરી દિવસોમાં અમને ઘરે અમિતાભની ફિલ્મો બતાડવાનું કહેતા હતા. તેઓ હંમેશાં બચ્ચનસાહેબને અત્યાર સુધીના શ્રેષ્ઠ ઍક્ટર માનતા હતા. મારા પિતાની યાદમાં તેમની લાસ્ટ ફિલ્મ ‘મનમ’માં બિગ બીને લેવાનું મેં વિચાર્યું હતું અને તેઓ તરત જ એ માટે સંમત થયા હતા.’
અક્કિનેની નાગેશ્વર રાવની યાદમાં અક્કિનેની ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશને ANR નૅશનલ અવૉર્ડની શરૂઆત કરી હતી. ઇન્ડિયન સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારી જાણીતી હસ્તીને આ અવૉર્ડ એનાયત કરવામાં આવે છે.