જપાનના એક થિયેટરમાં છેલ્લી ફિલ્મ દેખાડવામાં આવી આમિરની થ્રી ઇડિયટ્સ
થ્રી ઇડિયટ્સ
જપાનના ટોક્યોમાં આવેલા ઓસાકા શહેરમાં એક થિયેટરને બંધ કરવા પહેલાં એમાં છેલ્લો શો આમિર ખાનની ‘૩ ઇડિયટ્સ’નો દેખાડવામાં આવ્યો હતો. ૨૦૦૯માં રિલીઝ થયેલી આ ફિલ્મને જપાનમાં ૨૦૧૩માં ‘ઇટ વિલ બી ફાઇન’ તરીકે રિલીઝ કરવામાં આવી હતી. આ થિયેટરના ઑર્ગેનાઇઝરે ટ્વીટ કર્યું હતું કે ‘ફ્યુઝ લાઇન સિનેમાઝનો છેલ્લો શો આજે બપોરે સાડાત્રણે હતો. ઇટ વિલ બી ફાઇન. ૧૩૧ લોકો ફિલ્મ જોવા આવ્યા હતા. હાઉસફુલ રહ્યો હતો. આભાર.’