Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૪૫ ડિગ્રી તાપમાનમાં તવો એટલો ગરમ થઈ ગયો કે યુવાનો એમાં આમલેટ બનાવીને ખાઈ ગયા

૪૫ ડિગ્રી તાપમાનમાં તવો એટલો ગરમ થઈ ગયો કે યુવાનો એમાં આમલેટ બનાવીને ખાઈ ગયા

04 May, 2024 02:24 PM IST | Karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્ણાટકના રાયચૂર જિલ્લામાં આવેલા લિંગસુગુર શહેરમાં તાપમાન ૪૫ ડિગ્રીએ પહોંચ્યું હતું

આમલેટ

અજબગજબ

આમલેટ


ધોમધખતા તાપમાં જનજીવન શેકાઈ રહ્યું છે ત્યારે આ ગરમીની તીવ્રતા દર્શાવતા વિડિયો દેશના ખૂણે-ખૂણેથી આવી રહ્યા છે. કર્ણાટકના રાયચૂર જિલ્લામાં આવેલા લિંગસુગુર શહેરમાં તાપમાન ૪૫ ડિગ્રીએ પહોંચ્યું હતું. અહીંના યુવાનોએ લોકોને ગરમીનો પ્રકોપ બતાવવા માટે સૂર્યના તાપમાં જ આમલેટ બનાવી હતી. તેમણે એક તવાને આકરા તડકામાં દોઢ કલાક મૂકી રાખ્યો હતો. આ તવો એટલો ગરમ થઈ ગયો હતો કે ઈંડાને સર્ફેસ પર તોડતાં જ એ તરત રંધાઈ ગયું હતું. આ આમલેટને તેઓ કોઈ પણ ખચકાટ વિના ખાઈ ગયા હતા. સોશ્યલ મીડિયા પર અગાઉ પણ એવા વિડિયો વાઇરલ થયા છે જેમાં ભાત તડકામાં આપમેળે રંધાઈ જાય છે અને બળબળતી જમીન પર રોટલી પણ શેકાઈ જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 02:24 PM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK