Kolkata : વર્લ્ડ કપ 2019 પુરો થયા બાદ આઇપીએલને લઇન એક સમાચાર આવી રહ્યા છે. IPL માં બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનની ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના હેડ કોચ એવા જેક કાલિકે રાજીનામું આપી દીધું છે. રવિવાર 14 જુલાઈએ કેકેઆરે આ વાતની જાહેરાત કરી કે જેક કાલિસની સાથે-સાથે સપોર્ટ સ્ટાફે પણ ફ્રેન્ચાઇઝીને અલવિદા કહી દીધું છે. જેક કાલિસ સિવાય સહાયક કોચ સાઇમન કેટિસે પણ પોતાના પદથી રાજીનામું આપી દીધું છે. આફ્રિકાનો પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર જેક કાલિસે 2011મા કેકેઆરની સાથે ખેલાડી તરીકે જોડાયો હતો. ત્યાર બાદ તેને હેડ કોચ બનાવવામાં આવ્યો હતો. 9 વર્ષથી તે ટીમની સાથે હતો.
જેક કાલિસે 400 રન બનાવી અને 15 વિકેટ ઝડપીને ટીમને આઈપીએલ ચેમ્પિયન બનાવવામાં મદદ કરી હતી. વર્ષ 2012મા ગંભીરની આગેવાનીમાં ટીમે સીએસકેને ફાઇનલમાં પરાજય આપ્યો હતો. ત્યારબાદ બે વર્ષ પછી કેકેઆર ફરી ચેમ્પિયન બન્યું હતું. પરંતુ વર્ષ 2015મા જેક કાલિસ ફેન્ચાઇઝીની સાથે બેટિંગ સલાહકાર જોડાયો હતો.
આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ
કેકેઆરના સીઈઓ વેંકી મૈસૂરે જેક કાલિસના સહયોગની પ્રશંસા કરી છે અને કહ્યું કે, તે કેએઆર પરિવારનો મહત્વનો ભાગ રહેશે. બીજીતરફ જેક કાલિસે કહ્યું કે, તે નવી તક માટે કેકેઆરને અલવિદા કહી રહ્યો છે. તે ખેલાડી ટીમ માલિક અને મેનેજમેન્ટનો આભારી છે.
વન-ડેમાં પોતાની ક્ષમતા બતાવવી જરાય અઘરી નથી : કીરોન પોલાર્ડ
Dec 15, 2019, 16:09 ISTફૉર્મેટની વચ્ચે કેવી રીતે સ્વિચ કરવું એની મને ખબર છે : મયંક
Dec 15, 2019, 15:57 ISTવિન્ડીઝ સામે ટી૨૦ બાદ વન-ડેમાં પણ મેદાન ગજાવશે ટીમ ઇન્ડિયા
Dec 15, 2019, 15:38 ISTઇન્ડિયન સિક્સર કિંગ રોહિત શર્મા
Dec 13, 2019, 16:23 IST