Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > શ્રી વલ્લભાચાર્યજીની આદર્શ જીવનપદ્ધતિ બહુ પહેલાં સ્વીકારી લેવા જેવી હતી

શ્રી વલ્લભાચાર્યજીની આદર્શ જીવનપદ્ધતિ બહુ પહેલાં સ્વીકારી લેવા જેવી હતી

09 May, 2024 07:34 AM IST | Mumbai
Vaishnavacharya Dwarkeshlalji | feedbackgmd@mid-day.com

આજના સંદર્ભમાં આપણે જોઈએ તો ૨૦૨૦-’૨૧માં કોરોનાકાળમાં ભયથી પણ લોકો ધર્મની સાથે જોડાઈ ગયા હતા.

પ્રતીકાત્મક તસવીર

જીવન-દર્શન

પ્રતીકાત્મક તસવીર


આલ્બર્ટ કોરેના નામનો અમેરિકન સાયન્ટિસ્ટ જેણે વિશ્વના તમામ ધર્મ સંપ્રદાયોની સાધનપ્રણાલીનો અભ્યાસ કર્યો હતો. તેમના મૅગેઝિન ‘ધ સાયન્સ ઑફ રિલિજન’માં તેણે ક્વોટ કર્યું હતું કે ‘શ્રી વલ્લભાચાર્યજી એક આદર્શ તત્ત્વચિંતક હોવાની સાથોસાથ બહુ મોટો વૈજ્ઞાનિક અભિગમ તેમણે જીવનમાં સ્વીકાર્યો હતો. તેઓ મોટા વૈજ્ઞાનિક હતા. તેઓ હંમેશાં શ્વેત વસ્ત્ર ધારણ કરતા. સફેદ કપડાંમાં જલદીથી કોઈ વાઇરસ કે બૅક્ટેરિયા લાગતા નથી. તેઓ સ્વયંપાકી હતા. પોતાની જાતે રસોઈ કરી ભગવાનને ભોગ ધરી અને પછી પ્રસાદી લેતા હતા. તેઓ દિવસમાં બેથી ત્રણ વાર સ્નાન કરતા હતા. આવી ઘણી બાબતો એમાં તેમણે લખી છે. 

આજના સંદર્ભમાં આપણે જોઈએ તો ૨૦૨૦-’૨૧માં કોરોનાકાળમાં ભયથી પણ લોકો ધર્મની સાથે જોડાઈ ગયા હતા. માથાબોળ સ્નાન કરી, શરીરને શુદ્ધ-પવિત્ર કરીને જ પ્રભુની સેવામાં જવાની સલાહ અપાતી આવી છે. આ જ વાત કોરોના દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સિંગના નામે બધા જ એનું પાલન કરતા થઈ ગયા. 



આપણી ભારતીય વૈદિક પદ્ધતિમાં હાથ જોડીને એકબીજાનું અભિવાદન કરીએ છીએ. એ વિશ્વ આખાએ અજાણપણે સ્વીકારી લીધી. વેસ્ટર્ન કલ્ચરમાં હસ્તધૂનનની પદ્ધતિથી લોકો બચવા લાગ્યા. વારંવાર હાથ સૅનિટાઇઝ કરવા લાગ્યા. ત્યાર પછી ઠાકોરજીની સેવામાં મોઢા પર વસ્ત્ર બાંધવાનું, વધુ બોલ-બોલ ન કરવાનું, ફરજિયાત માસ્ક પહેરવાનું અનિવાર્ય બની ગયું. ભયને કારણે લોકો બહારનું ખાનપાન બંધ કરવા લાગ્યા. હોટેલો બંધ થઈ ગઈ અને જેને રસોઈ બનાવતા નહોતી આવડતી તે લોકો પણ શીખવા લાગ્યા અને બાળકોને જમાડવા લાગ્યા. લોકો સ્વયંપાકી બની ગયા. 
કોરોનાકાળનો એક ફાયદો એ પણ થયો કે લોકો ધાર્મિક પ્રણાલીઓ ઘરમાં કરવા લાગ્યા અને ધર્મ સાથે જોડાવા લાગ્યા. પરિવારમાં એકબીજાને લોકો સમય આપવા લાગ્યા. તો એ રીતે જો જીવનપદ્ધતિ આપણે પહેલાં સ્વીકારી હોત તો કોરોનાની શું તાકાત છે કે આપણા ઘરમાં પ્રવેશ કરી શકે. તો એ રીતે શ્રી વલ્લભાચાર્યજીની જીવનપદ્ધતિ ખૂબ જ આદર્શ હતી. તેમણે બતાવેલા માર્ગ પર જો આપણે ચાલીએ તો ચોક્કસ આપણો આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક વિકાસ થાય અને પ્રભુની અનુભૂતિનો સક્ષમ અને સબળ માર્ગ તેમણે બતાવ્યો છે એના દ્વારા ચોક્કસ આપણને અનુભૂતિ થઈ શકે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 07:34 AM IST | Mumbai | Vaishnavacharya Dwarkeshlalji

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK