Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સન્માન મને નહીં મળે તો કોને મળશે? ખાન્સને? કપૂર્સને?

સન્માન મને નહીં મળે તો કોને મળશે? ખાન્સને? કપૂર્સને?

09 May, 2024 05:49 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિતાભ બચ્ચન સાથેની સરખામણીને કારણે સોશ્યલ મીડિયા પર ટીકા થઈ એટલે ફરી સવાલ કર્યો કંગના રનૌતે

અમિતાભ બચ્ચન , કંગના રનૌત

અમિતાભ બચ્ચન , કંગના રનૌત


અમિતાભ બચ્ચન સાથેની સરખામણીને કારણે કંગના રનૌતે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેણે કહ્યું હતું કે અમિતાભ બચ્ચન બાદ બૉલીવુડમાં સૌથી વધુ સન્માન તેને મળે છે. તેનું આ સ્ટેટમેન્ટ લોકોને પસંદ ન આવ્યું હોવાથી તેની ખૂબ જ ટીકા કરવામાં આવી છે. આ ટીકાઓને કારણે ઇન્સ્ટાસ્ટોરી પર કંગનાએ લખ્યું : ‘મેં ખૂબ જ સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારત અને એમાં પણ ખાસ કરીને કેટલાંક રાજ્યોમાં મારા કામને કારણે અને દેશની એક નાગરિક તરીકે મને ખૂબ જ સન્માન આપવામાં આવે છે. મારી ઍક્ટિંગ જ નહીં, મહિલા સશક્તીકરણને લઈને મારા કામને પણ વધાવવામાં આવ્યું છે. મારા સ્ટેટમેન્ટથી જેમને વાંધો છે તેમને એક સવાલ પૂછું છું. જો હું ન હોઉં તો બિગ બી બાદ ભારતમાં હિન્દી ફિલ્મ માટે કોને સૌથી વધુ પ્રેમ અને સન્માન મળે છે? ખાન્સને? કપૂર્સને? કોને? મને પણ જણાવો, જેથી હું મારી ભૂલ સુધારી શકું.’    


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 05:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK