Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં ફાસ્ટેસ્ટ ૨૦૦ સિક્સર ફટકારનારો ભારતીય બન્યો સંજુ સૅમસન

IPLમાં ફાસ્ટેસ્ટ ૨૦૦ સિક્સર ફટકારનારો ભારતીય બન્યો સંજુ સૅમસન

09 May, 2024 06:48 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આઉટ થયા બાદ અમ્પાયર્સ સાથે વિવાદ થતાં ૩૦ ટકા મૅચ-ફી કપાઈ ગઈ રાજસ્થાનના કૅપ્ટનની

સંજુ સૅમસન

IPL 2024

સંજુ સૅમસન


દિલ્હી કૅપિટલ્સ સામે રાજસ્થાનનો કૅપ્ટન સંજુ સૅમસન ૮ ચોગ્ગા અને ૬ સિક્સરની મદદથી ૮૬ રનની આક્રમક ઇનિંગ્સ રમ્યો હતો, પણ મુકેશ કુમાર દ્વારા કરવામાં આવેલી ૧૬મી ઓવરમાં તે બાઉન્ડરીલાઇન પર શઇ હૉપના હાથે કૅચઆઉટ થયો હતો. અમ્પાયરે કરેલા રિવ્યુ દરમ્યાન ફીલ્ડરનો પગ બાઉન્ડરીલાઇનને ટચ થતો હોય એવું સૅમસનને લાગ્યું એથી તેણે અમ્પાયર સાથે ફરી રિવ્યુ લેવા માટે ચર્ચા કરી હતી, પણ મેદાન પર તેની આ હરકતને કારણે તેને ૩૦ ટકા મૅચ-ફીનો દંડ થયો હતો. સૅમસનની મહત્ત્વપૂર્ણ વિકેટ બાદ દિલ્હી ફ્રૅન્ચાઇઝીના ઓનર પાર્થ જિન્દલ સ્ટૅન્ડમાં આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. ૪૭૧ રન સાથે ઑરેન્જ કૅપની રેસમાં ત્રીજા ક્રમે પહોંચેલા સૅમસને આ મૅચમાં મહેન્દ્ર સિંહ ધોનીનો શાનદાર રેકૉર્ડ તોડ્યો હતો. ૧૫૯ ઇનિંગ્સમાં ૨૦૦ IPL સિક્સર ફટકારીને સૅમસન હવે ટુર્નામેન્ટમાં ફાસ્ટેસ્ટ ૨૦૦ સિક્સર ફટકારનાર ભારતીય બન્યો છે. ધોનીએ ૧૬૫ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્યાર બાદ વિરાટ કોહલી (૧૮૦ ઇનિંગ્સ), રોહિત શર્મા (૧૮૫ ઇનિંગ્સ) અને સુરેશ રૈના (૧૯૩ ઇનિંગ્સ) પણ લિસ્ટમાં સામેલ છે. સૅમસન ૨૦૦ IPL સિક્સર ફટકારનાર પાંચમો ભારતીય અને ઓવરઑલ ૧૦મો ખેલાડી બન્યો છે. ક્રિસ ગેઇલ ૩૫૭ સિક્સર સાથે ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર બૅટર છે. 

56
આટલામી વખત રાજસ્થાન રૉયલ્સની કૅપ્ટન્સી કરીને સંજુ સૅમસને શેન વૉર્ન (પંચાવન મૅચ)નો રેકૉર્ડ તોડ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 06:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK