Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > તમામ રેકૉર્ડ તોડવાની ક્ષમતા છે યશસ્વી જાયસવાલમાં

તમામ રેકૉર્ડ તોડવાની ક્ષમતા છે યશસ્વી જાયસવાલમાં

09 May, 2024 07:07 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંચાવન વર્ષના બ્રાયન લારાએ આ પહેલાં સૂર્યકુમાર યાદવની તુલના મહાન ક્રિકેટર સર વિવ રિચર્ડ્‍સ સાથે કરી હતી. 

બ્રાયન લારા , યશસ્વી જાયસવાલ

બ્રાયન લારા , યશસ્વી જાયસવાલ


વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ બૅટ્સમૅન બ્રાયન લારા ક્રિકેટજગતનું એ નામ છે જેની ગણતરી સર્વકાલીન મહાન ખેલાડીઓમાં થાય છે. ટેસ્ટમાં ૧૧,૦૦૦ રન અને વન-ડેમાં ૧૦,૦૦૦થી વધુ રન બનાવનાર બ્રાયન લારાએ ૨૦૦૪માં ઇંગ્લૅન્ડ સામે બનાવેલા અણનમ ૪૦૦ રનનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો રેકૉર્ડ આજે પણ અકબંધ છે, પણ તેને લાગે છે કે તેના તમામ રેકૉર્ડ તોડવાની ક્ષમતા એક ભારતીય બૅટરમાં છે. ‘સ્ટાર સ્પોર્ટ્‍સ’ દ્વારા આયોજિત એક ઇન્ટરવ્યુમાં લારાએ કહ્યું કે ‘મારા રેકૉર્ડ્‍સને કોઈ ખેલાડીથી જોખમ હશે તો તે યશસ્વી જાયસવાલ હશે. ભારતની ટેસ્ટ અને T20 ટીમનો મહત્ત્વપૂર્ણ ભાગ બનેલા યશસ્વી પાસે ક્ષમતા છે. બાવીસ વર્ષના યશસ્વીએ બે બેવડી સદી પણ ફટકારી છે. મને લાગે છે કે તે એક ઉત્તમ યુવા ક્રિકેટર છે. ગયા વર્ષે જ્યારે હું સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રૉયલ્સની મૅચ બાદ રાત્રે તેની ટીમની હોટેલ પર પહોંચ્યો હતો ત્યારે તેણે મારી સાથે સવારે ચાર વાગ્યા સુધી ક્રિકેટની વાતો કરી હતી. તે ખૂબ જ નમ્ર છે અને કોઈ પણ કામ કરવા માટે તૈયાર રહે છે.  પંચાવન વર્ષના બ્રાયન લારાએ આ પહેલાં સૂર્યકુમાર યાદવની તુલના મહાન ક્રિકેટર સર વિવ રિચર્ડ્‍સ સાથે કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK