દિલ્હીમાં શરૂ થયેલા ખો-ખો વર્લ્ડ કપમાં રોમાંચક મૅચો જોવા મળી રહી છે. પહેલવહેલા ખો-ખો વર્લ્ડ કપમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમે જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે.
પહેલી વાર ભારતની કોઈ નૅશનલ ટીમની જર્સી પર ‘ઇન્ડિયા’ના સ્થાને ‘ભારત’ લખ્યું છે.
દિલ્હીમાં શરૂ થયેલા ખો-ખો વર્લ્ડ કપમાં રોમાંચક મૅચો જોવા મળી રહી છે. પહેલવહેલા ખો-ખો વર્લ્ડ કપમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમે જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. પહેલા દિવસે નેપાલ સામે ૪૨-૩૭ના સ્કોરથી વર્લ્ડ કપની પહેલી મૅચ જીતનાર ભારતીય મેન્સ ટીમે ગઈ કાલે બ્રાઝિલ સામે ૬૪-૩૪થી જીત મેળવી છે.
ભારતીય વિમેન્સ ટીમે ગઈ કાલે ખો-ખો વર્લ્ડ કપની પોતાની પહેલી મૅચમાં સાઉથ કોરિયા સામે ૧૭૫-૧૮થી શાનદાર જીત મેળવી છે. ભારતીય વિમેન્સ ટીમે ૧૫૭ અંક વધુથી મૅચની મોટી જીત નોંધાવી છે.

