ફેડરર અને નડાલ વચ્ચે ઇન્ડિયા વેલ્સની સેમિ ફાઇનલમાં હાઇવોલ્ટેજ મેચ
બન્ને દિગ્ગજો વચ્ચે સેમિફાઈનલ
ટેનિસના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરર અને સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલ ઈન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં ટકરાશે. ક્લે કોર્ટમાં ફેડરર 15માંથી માત્ર 2 વાર જ જીત મેળવવામાં સફળ થયો છે. ક્લે કોર્ટના બાદશાહ નડાલે ફેડરરને 13 વાર હરાવ્યો છે. ગ્રાસ કોર્ટમાં બન્ને 3 વાર સામ સામે ટકરાયા છે જેમાં 2 વાર ફેડરર અને 1 વાર નડાલે જીત મેળવી છે.
ઈન્ડિયા વેલ્સમાં બન્ને દિગ્ગજો વચ્ચે ચોથી મેચ છે. 2017માં ઈન્ડિયન વેલ્સના ચોથા રાઉન્ડમાં ફેડરર અને નડાલ ટકરાયા હતા જેમાં ફેડરરે નડાલને 6-2 અને 6-3થી માત આપી હતી. અત્યાર સુધી ફેડરર અને નડાલ વચ્ચે કુલ 38 મેચો રમ્યા છે જેમાં 15 મેચો ફેડરરે જીતી છે જ્યારે 23 મેચ નડાલે જીતી છે. ફેડરરે નડાલને સૌથી વધુ હાર્ડ કોર્ટ પર 11 વાર હરાવ્યો છે જ્યારે 9 મેચમા તેની હાર પણ થઈ છે.
ADVERTISEMENT
શુક્રવારે રમાયેલી ક્વાટર ફાઈનલમાં ફેડરરે પોલેન્ડના હરકચને 6-4, 6-4થી હરાવ્યો હતો જ્યારે વર્લ્ડ નંબર 2 પ્લેયર નડાલ રુસના કારને ખાચાનોવને 7-6,7-6 થી પરાજય આપ્યો હતો. ફેડરરે પૂરી મેચમાં હરકચ પર દબાવ બનાવી રાખ્યો હતો જ્યારે ખાચાનોવે નડાલને બરાબરની ટક્કર આપી હતી જો કે તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.