આ અવસર વિશે ત્યાર બાદ જય શાહે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું
જય શાહ
આૅસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ગઈ કાલે ઇંગ્લૅન્ડના લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ શરૂ થઈ હતી. ફાઇનલ શરૂ થાય એ પહેલાં આ ઐતિહાસિક મેદાન પર ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચૅરમૅન જય શાહે બેલ વગાડી હતી. આ અવસર વિશે ત્યાર બાદ જય શાહે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે WTCની ફાઇનલના પ્રથમ દિવસની રમતની શરૂઆત પહેલાં ઐતિહાસિક લૉર્ડ્સ ગ્રાઉન્ડ પર બેલ વગાડવાનો મોકો મળ્યો એ એક પ્રિવિલેજ છે.


