Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


London

લેખ

રામ ચરણના વૅક્સ-સ્ટૅચ્યુ

રામ ચરણના વૅક્સ-સ્ટૅચ્યુનું લંડનમાં અનાવરણ શિફ્ટ કરાશે સિંગાપોરના મ્યુઝિયમમાં

આ મીણની પ્રતિમામાં ઍક્ટરની સાથે-સાથે તેનો ક્યુટ પાલતુ શ્વાન પણ કંડારવામાં આવ્યો છે

12 May, 2025 12:17 IST | London | Gujarati Mid-day Correspondent
સુયશ શર્મા

RCB, જ્યારે મને તમારી સૌથી વધુ જરૂર હતી ત્યારે હાજર રહેવા બદલ આભાર : સુયશ શર્મા

IPL 2025 પહેલાં ત્રણ મહિના સુધી બેડ-રેસ્ટ હતો આ સ્પિનર, RCBએ લંડનમાં સર્જરી કરાવી બનાવ્યો ફિટ

12 May, 2025 09:31 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

Video: લંડનમાં બે પાકિસ્તાની પત્રકારો બાખડી પડ્યા એક બીજા સામે ગાળા-ગાળ કરી નાખી

આ ઘટના પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના સેક્રેટરી જનરલ સલમાન અકરમ રાજાના મીડિયા કવરેજ દરમિયાન બની હતી. પોતાની X પોસ્ટમાં, ખાને મલિક, ARY ન્યૂઝ ચૅનલના રિપોર્ટર ફરીદ અને હમ ન્યૂઝના પત્રકાર રફીક પર પણ દુર્વ્યવહાર કરવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો.

05 May, 2025 07:00 IST | London | Gujarati Mid-day Online Correspondent
 લૉરા કોલમૅન-ડે

પતિની યાદમાં આ મહિલા વેડિંગ ગાઉન પહેરીને લંડન મૅરથૉન દોડી

ગયા રવિવારે લંડનમાં યોજાયેલી મૅરથૉનમાં લૉરા કોલમૅન-ડે નામની ૨૬ વર્ષની મહિલા લ્યુકેમિયાને કારણે મૃત્યુ પામેલા પતિની યાદમાં મૅરથૉન દોડી હતી. ગયા વર્ષે તેના પતિ જૅન્ડરે લ્યુકેમિયા તરીકે ઓળખાતા એક પ્રકારના બ્લડ-કૅન્સરને કારણે જીવ ગુમાવ્યો હતો.

04 May, 2025 06:47 IST | London | Gujarati Mid-day Correspondent

ફોટા

મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું ભાવિક હરિયાને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: વિદેશની ધરતી પર ભજનની ધૂણી ધખાવી રહ્યો છે ગુજરાતી યુવાન ભાવિક હરિયા

એક હિન્દી ફિલ્મનો ખૂબ જ જાણીતો સંવાદ છે "મર્દ કો કભી દર્દ નહીં હોતા." પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછાં લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી પણ તમામ મર્દ દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે તેમની વાત તમારાં સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ `મૅન્ટાસ્ટિક`. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી નવો ચીલો ચાતર્યો હોય. `મૅન્ટાસ્ટિક`ના આજના એપિસોડમાં આપણી સાથે છે ભાવિક હરિયા, જે ‘કીપ ધ ભજન્સ અલાઈવ’ એટલે કે ‘ભજનોને જીવંત રાખો’ના એક મિશન સાથે નીકળી પડ્યો છે. આ મિશન પાછળનો તેનો હેતુ યુવા પેઢીમાં આપણા સાંસ્ક્રુતિક ભજનો પ્રત્યે રસ લાવવાનો છે, જેમાં તે સફળ પણ થઈ રહ્યા છે. ઇંગ્લૅંડમાં જન્મેલા અને ઉછરેલા ભાવિક હરિયાએ ભારત સહિત વિદેશોમાં પણ લોકોને ભજનની ધૂન લગાવી છે. તો ચાલી જાણીએ તેના આ રસપ્રદ સફર વિશે.

02 April, 2025 01:22 IST | Mumbai | Viren Chhaya
નિક સાથે રોમેન્ટિક થતી પ્રિયંકા અને આંખો બંધ કરતી માલતી

મમ્મી-પપ્પાને રોમેન્ટિક થતાં જોઈ દીકરી માલતીએ આંખો કરી લીધી બંધ, જુઓ તસવીરો

પ્રિયંકા ચોપરા જ્યારે પતિ નિક જોનાસ સાથે રોમેન્ટિક તતી જોવા મળી, તો દીકરી માલતીએ જે રીતે આંખો બંધ કરી, તેણે ચાહકોનું દિલ જીતી લીધું. અઢી વર્ષની માલતીનો આ અંદાજ જોઈ ચાહકો ફિદા થઈ ગયા. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની લાડલી માલતીની તસવીરો જ્યારે પણ સામે આવે છે તે, ઝટપટ વાયરલ થાય છે. ફેન્સ પણ માલતીની ક્યૂટનેસના વખાણ કરતાં નથી થાકતા. હવે માલતી અઢી વર્ષની થઈ ગઈ છે, અને એવું વર્તન કરે છે કે પ્રિયંકા પણ ચોંકી જાય છે. આ વખતે માલતીએ ફરી એકવાર કંઈક આવું જ કર્યું છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. પ્રિયંકાએ માલતી સાથેની સુંદર તસવીરો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જુઓ તસવીરો

18 September, 2024 06:50 IST | London | Gujarati Mid-day Online Correspondent
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને યુકેના વડા પ્રધાન ઋષિ સુનક

ભારત અને યુકે મળીને કરશે આ કામ, રાજનાથ સિંહે લીધી યુકે પીએમ સુનકની મુલાકાત

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે યુકેના વડા પ્રધાન ઋષિ સુનક સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ સંરક્ષણ, આર્થિક સહયોગ, શાંતિપૂર્ણ અને સ્થિર વૈશ્વિક નિયમો-આધારિત વ્યવસ્થાને મજબૂત કરવા માટે ભારત અને યુકે કેવી રીતે સાથે મળીને કામ કરી શકે તેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. (તસવીરો : પીટીઆઇ, એક્સ)

11 January, 2024 02:01 IST | London | Gujarati Mid-day Online Correspondent
ધી ક્રાઉન કોઈનમાંની બનાવટમાં 24 કેરેટના 11 સિક્કા અને 6000થી વધુ હીરાનો સમાવેશ થાય છે.- તસવીર ઇન્સ્ટાગ્રામ - રોઝી બ્લુ

ઇસ્ટ ઇન્ડિયા કંપનીનુ સર્જન `ધી ક્રાઉન` જેમાં 6000થી વધુ હીરા આપનાર કંપની મુંબઈની

અંગ્રેજોની શાનમાં આજે પણ વધારો કરે છે ભારતીય હીરા. આમ કહેવા પાછળ માત્ર કોહીનૂરની વાત નથી પણ આજેય જ્યારે યુકેની એક લાઇફ સ્ટાઇલ લક્ઝરી બ્રાન્ડ કંપનીએ બ્રિટનનાં ક્વીન એલિઝાબેથ IIની પહેલી પૂણ્યતિથિ નિમિત્તે કંઇક ખાસ કરવાનું નક્કી કર્યું ત્યારે તેમણે ભારત તરફ જ નજર દોડાવી. ગયા વર્ષે 8મી સપ્ટેમ્બરે ક્વીન એલિઝાબેથ  IIનું 96 વર્ષની વયે નિધન થયું હતું. બ્રિટનના ઈતિહાસમાં 70 વર્ષ એટલે કે સૌથી લાંબો સમય શાસન કરનારાં આ રાજવીના માનમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ એક યુનિક ક્રાઉન કોઈન બનાવવાનું નક્કી કર્યું અને તેમાં ભારતની જ નહીં પણ વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતી અને અવ્વલ દરજ્જાની ગણાતી ડાયમંડ મેન્યુફેક્ચરર કંપની રોઝી બ્લુનો બહુ મોટો હાથ છે. ક્વીન એલિઝાબેથ iiની પહેલી પૂણ્યતિથિએ સાડા ત્રણ કિલો સોનું અને છ હજારથી વધુ હીરા ધરાવતા આ ક્રાઉન કોઇનનું ઉદ્ઘાટન થયું હતું. (તસવીર સૌજન્ય - રોઝી બ્લુ અને ધી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ)

05 October, 2023 09:28 IST | Mumbai | Chirantana Bhatt

વિડિઓઝ

ભારતીય વિદ્યાર્થીએ યુકેની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં જાતિવાદ, ઉત્પીડનનો આરોપ મૂક્યો

ભારતીય વિદ્યાર્થીએ યુકેની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં જાતિવાદ, ઉત્પીડનનો આરોપ મૂક્યો

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થી, લક્ષ્મી બાલક્રિષ્નએ 30 ઓગસ્ટના રોજ યુનિવર્સિટી સામે ગંભીર આરોપો મૂક્યા. લક્ષ્મીએ ઈંગ્લેન્ડની સંશોધન યુનિવર્સિટી સામે વંશીય પૂર્વગ્રહ અને ગંભીર સતામણીનો આરોપ મૂક્યો. લક્ષ્મીવ સમજાવ્યું કે કેવી રીતે શેક્સપીયર પરની તેની થીસીસને તેની અરજી પ્રક્રિયા દરમિયાન ઉલ્લેખ કરવા છતાં સંપૂર્ણ રીતે નકારી કાઢવામાં આવી હતી.

31 August, 2024 06:13 IST | London
રિશી સુનકે હાર સ્વીકારી, લેબર પાર્ટીના કીર સ્ટારમર યુકેના નવા પીએમ બનશે

રિશી સુનકે હાર સ્વીકારી, લેબર પાર્ટીના કીર સ્ટારમર યુકેના નવા પીએમ બનશે

લેબર પાર્ટી માટે પ્રચંડ વિજય જાહેર કરનારા એક્ઝિટ પોલને પગલે, લેબર પાર્ટીના નેતા, કીર સ્ટારમેરે શુક્રવારે કહ્યું કે “લોકો હવે પરિવર્તન માટે તૈયાર છે." “લેબર પાર્ટીએ આ સામાન્ય ચૂંટણી જીતી છે, કીર સ્ટારરને તેમની જીત પર અભિનંદન આપવા માટે ફોન કર્યો" રિશી સુનક.

05 July, 2024 02:52 IST | London
યુકે ચૂંટણી 2024: મજૂર વિજયની આગાહી સાથે  રિશી સુનકના કાર્યકાળની પ્રશંસા

યુકે ચૂંટણી 2024: મજૂર વિજયની આગાહી સાથે  રિશી સુનકના કાર્યકાળની પ્રશંસા

ચોથી જુલાઈએ યુકેની ત્વરિત જનરલ ચૂંટણીઓમાં મતદાનની શરૂઆત થતાં, દેશમાં રહેતા ભારતીય સમુદાયે કન્ઝર્વેટિવ પાર્ટીનું લગભગ 15 વર્ષના શાસન સમાપ્ત થશે અને લેબર પાર્ટી જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વડા પ્રધાન રિશી સુનકની પ્રશંસનીય કામગીરીને સ્વીકારતી વખતે, તેઓએ અગાઉના વહીવટીતંત્રો દ્વારા છોડવામાં આવેલા પડકારોને લીધે કન્ઝર્વેટિવ પાર્ટીને અપેક્ષિત રીતે નુકસાન થશે એવું પણ કહ્યું હતું. ઇંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડમાં 650 મતવિસ્તારોમાં ચૂંટણીઓ થાય છે. જેમાં વિજેતા પક્ષને તેમના નેતાને વડા પ્રધાન બનવા માટે ઓછામાં ઓછી 326 બેઠકોની જરૂર હોય છે.

05 July, 2024 02:14 IST | London
સની દેઓલ પહોંચ્યા લંડનમાં ‘ગદર 2’ની સ્ક્રીનિંગ માટે, જુઓ વિડીયો

સની દેઓલ પહોંચ્યા લંડનમાં ‘ગદર 2’ની સ્ક્રીનિંગ માટે, જુઓ વિડીયો

ભારતીય અભિનેતા સની દેઓલે 22 ઓગસ્ટના રોજ લંડનના લેસ્ટર સ્ક્વેર ખાતેના વ્યુ સિનેમા ખાતે અત્યંત સફળ બોલિવૂડ ફિલ્મ `ગદર 2`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. ઈવેન્ટમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.  સની દેઓલ પણ ડાન્સ કરીને ઉજવણીમાં જોડાયા હતા. એ ઉપરાંત જાણો શું કહ્યું સની દેઓલે?

22 August, 2023 03:34 IST | London

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK