દ્રવિડને બર્થ-ડે વિશ કરતાં તેન્ડુલકરે કહ્યું...
ઇન્ડિયન ક્રિકેટ ટીમના ‘ધ વૉલ’ ગણાતા રાહુલ દ્રવિડની ગઈ કાલે ૪૭મી વરસગાંઠ હતી. તેના સાથીપ્લેયર સચિન તેન્ડુલકરે તેને બર્થ-ડે વિશ કરતાં કહ્યું હતું કે ‘હૅપી બર્થ-ડે જેમ્મી! તું જે પ્રમાણે બૅટિંગ કરતો હતો એનાથી તેં બોલરોની હાલત ખરાબ કરી નાખી હતી. મારા મિત્ર ખૂબ-ખૂબ શુભેચ્છા.’
દ્રવિડ-તેન્ડુલકરની જોડી ટેસ્ટમાં સૌથી વધારે ૬૯૨૦ રન કરવાનો રેકૉર્ડ ધરાવે છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે ૩૧,૨૫૮ બૉલ રમવાનો રેકૉર્ડ પણ દ્રવિડના નામે છે.