ભારતીય મહિલા ટીમ ઇંગ્લેન્ડ શ્રેણી માટે નવી ટ્રાવેલ કીટ સાથે લંડન પહોંચી; 28 જૂનના ઓપનર પહેલા હરમનપ્રીત અને તેની ટીમ બસની સવારીનો આનંદ માણે છે.
ભારતીય વિમેન્સ ટીમ
કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના સહિત આખી ટીમ નવી ટ્રાવેલ કિટમાં જોવા મળી હતી. ઑલમોસ્ટ એક મહિનાના બ્રેક બાદ ભારતીય વિમેન્સ ટીમ પોતાની આગામી સિરીઝ માટે તૈયાર છે. ઇંગ્લૅન્ડ સામેની લિમિટેડ ઓવર્સની સિરીઝ શરૂ થવાના ૧૦ દિવસ પહેલાં હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની મુંબઈથી લંડન પહોંચી છે. ભારતીય મહિલાઓ આગામી ૨૮ જૂનથી બાવીસ જુલાઈ વચ્ચે ઇંગ્લૅન્ડ સામે પાંચ T20 અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે. લંડનના રસ્તાઓ પર બસની રાઇડનો ભારતીય મહિલા પ્લેયરોએ આનંદ માણ્યો હતો.


