Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Indian Womens Cricket Team

લેખ

ભારતીય વિમેન્સ ટીમ

શ્રીલંકાને એની જ ધરતી પર હરાવીને ચૅમ્પિયન બની ભારતીય મહિલાઓ

વિમેન્સ ત્રિકોણીય વન-ડે સિરીઝની ફાઇનલમાં ભારતે સાત વિકેટ ગુમાવી ૩૪૩ રનનો ટાર્ગેટ આપ્યો, શ્રીલંકા ૨૪૫ રને ૧૦ બૉલ પહેલાં ઑલઆઉટ થઈને ૯૭ રને હાર્યું

13 May, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારત અને શ્રીલંકાની વિમેન્સ ટીમ કેપ્ટનસ

વિમેન્સ ત્રિકોણીય વન-ડે સિરીઝની ફાઇનલમાં આજે ભારત સામે શ્રીલંકા

૨૭ એપ્રિલે શ્રીલંકા, ભારત અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમ વચ્ચે શરૂ થયેલી વિમેન્સ ત્રિકોણીય વન-ડે સિરીઝની આજે ફાઇનલ મૅચ રમાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાનારી આ મૅચ ફૅનકોડ ઍપ પર સવારે ૧૦ વાગ્યાથી જોઈ શકાશે.

12 May, 2025 07:03 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

એકમાત્ર મૅચ જીતીને ત્રિકોણીય વન-ડે સિરીઝમાંથી આઉટ થઈ ગઈ સાઉથ આફ્રિકન વિમેન્સ ટીમ

ફાઇનલ મૅચ રમાશે ભારત-શ્રીલંકાની મહિલાઓ વચ્ચે

10 May, 2025 11:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નેક્સ્ટ બન્ને મૅચ જીતી ત્રિકોણીય વન-ડે સિરીઝને રસપ્રદ બનાવી શકે સાઉથ આફ્રિકન ટીમ

શ્રીલંકાના કોલંબોમાં આયોજિત ૧૧ મેની ફાઇનલ મૅચ માટે ભારત અને શ્રીલંકા ચાર-ચાર પૉઇન્ટ સાથે પ્રબળ દાવેદાર છે.

07 May, 2025 10:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

લખનઉ સુપર જાયન્ટ્સનો કોચ જસ્ટિન લૅન્ગર પિચકારી અને અનોખી ટોપી સાથે ધુળેટી મનાવી.

ધુળેટીના રંગે રંગાયા દેશી-વિદેશી ક્રિકેટર્સ

ક્રિકેટના મેદાન પર ચોગ્ગા-છગ્ગાની આતશબાજી કરતા ક્રિકેટર્સ ગઈ કાલે ધુળેટીના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પહેલી ફાઇનલિસ્ટ ટીમ ઇન્ડિયા માસ્ટર્સના કૅપ્ટન સચિન તેન્ડુલકરે ગઈ કાલે યુવરાજ સિંહ સહિતના સાથી પ્લેયર્સ સાથે ધુળેટીનો આનંદ માણ્યો હતો. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્લેઑફ મૅચ માટે મુંબઈની તાજ હોટેલમાં રોકાયેલી ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કૅપિટલ્સના તમામ પ્લેયર્સે પણ આ તહેવારને ઉત્સાહ સાથે ઊજવ્યો હતો. IPL 2025ની તૈયારી માટે પ્રી-સીઝન કૅમ્પમાં જોડાયેલા મોટા ભાગના ફ્રૅન્ચાઇઝીના પ્લેયર્સે એકબીજાને રંગીને મજાક-મશ્કરી કરી હતી. લખનઉ સુપર જાયન્ટ્સના કોચ જસ્ટિન લૅન્ગર જેવા કોચિંગ સ્ટાફના સભ્યો પણ અનોખો લુક બનાવીને બૉલીવુડનાં ગીતો પર ઝૂમ્યા હતા. લખનઉનો કૅપ્ટન રિષભ પંત આ તહેવારના અવસર પર પહેલી વાર વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરન સહિતના સાથી પ્લેયર્સને મળ્યો હતો. દેશી-વિદેશી પ્લેયર્સના આ ધુળેટીના ફોટો સોશ્યલ મીડિયા પર વા​ઇરલ થયા હતા.

16 March, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૩ સુપરઇવેન્ટ

ઇતિહાસમાં જ્યારે પણ ૨૦૨૩નો ઉલ્લેખ થશે ત્યારે આ ૨૩ ઘટનાઓથી છાતી ગજ-ગજ ફૂલશે

આજના દિવસે અનેક લોકોના મોઢે આપણે એક વાક્ય સાંભળીશું, ‘આ વર્ષ ક્યારે આવ્યું અને ક્યારે પૂરું થઈ ગયું ખબર જ ન પડી, નહીં!’ અને આ વાક્ય સામે કદાચ વળતા જવાબ તરીકે આપણે પણ કહીશું, ‘હા સાલું, ટાઇમ ક્યાં નીકળી જાય છે ખબર જ નથી પડતી. એવું લાગે જાણે આ ૨૦૨૩ હમણાં જ તો આવ્યું હતું!’ આવી વાતો આપણી વચ્ચે થાય એ સ્વાભાવિક છે, કારણ કે સોશ્યલ મીડિયા, રીલ્સ, પોસ્ટ્સ, રાજકારણ, ન્યૂઝ-ચૅનલ્સ, વેબસિરીઝ, ફિલ્મો અને સાથે નોકરી. આ બધામાંથી થોડોઘણો સમય મળે તો પરિવાર સાથે વીતતા સમયમાં દિવસો ક્યાં નીકળી જાય છે એની ખબર જ નથી રહેતી. દરેક જૂનું વર્ષ વિદાય લે ત્યારે ખાટી-મીઠી-કડવી-તીખી યાદો આપતું જાય. વર્ષના અંતે આપણે અકસ્માતો, હોનારતો, નાલેશીભર્યાં કરતૂતોને કારણે થયેલા વિવાદોને રિવાઇન્ડ કરીને નકારાત્મક થવાને બદલે ગયા વર્ષે આપણને શું-શું આપ્યું, કઈ ઘટનાઓ આપણને વિકાસ તરફ દોરી ગઈ, કઈ ઘટનાઓ આપણને કશુંક શીખવી ગઈ, કઈ ઘટનાઓ ‍ગૌરવાન્વિત ફીલ કરાવે એવી હતી એને રિવાઇન્ડ કરીશું તો ૨૦૨૪ના વર્ષમાં પૉઝિટિવલી પગરણ માંડવાની ઊર્જા મળી શકશે.

31 December, 2023 01:00 IST | Mumbai | Aashutosh Desai, Harsh Desai
ક્રિકેટર્સે ઊજવ્યાે હૅપી ફાધર્સ ડે

ક્રિકેટર્સે ઊજવ્યાે હૅપી ફાધર્સ ડે

ગઇ કાલે ફાધર્સ ડે (Fathers Day)ના નિમિત્તે ભારતીય ક્રિકેટર્સે પિતા સાથે તસવીરો શેર કરી હતી અને પિતા પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરીને ફાધર્સ ડેની ઉજાણવી કરી હતી... જુઓ તસવીરોમાં

19 June, 2023 11:47 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ડબ્લ્યુપીએલની ટ્રોફીના અનાવરણ પ્રસંગે યુપીની કૅપ્ટન અલીઝા હીલી, દિલ્હીની મેગ લૅનિંગ, બૅન્ગલોરની સ્મૃતિ મંધાના, મુંબઈની હરમનપ્રીત કૌર અને ગુજરાતની બેથ મૂની. અતુલ કાંબળે અને પી.ટી.આઇ.

વિમેન્સ પ્રીમિયર લીગનો ધમાકેદાર પ્રારંભ

ગઈ કાલે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ સાથે વિમેન્સ પ્રીમિયર લીગનો પ્રારંભ થયો હતો. પહેલી મૅચ મુંબઈ અને અમદાવાદની ટીમ વચ્ચે હતી. જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રેક્ષકો હાજર રહ્યા હતા. જોકે એ પહેલાં આ કાર્યક્રમની શરૂઆત બૉલીવુડની હિરોઇન કિયારા અડવાણી અને કૃતિ સૅનનના ડાન્સ પર્ફોર્મન્સથી થઈ હતી. ત્યાર બાદ મૂળ ભારતીય-કૅનેડિયન સિંગર એ. પી. ઢિલ્લને લાઇવ પર્ફોર્મન્સ આપ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડના હોદ્દેદારોની હાજરીમાં વિમેન્સ પ્રીમિયર લીગના પાંચ કૅપ્ટનોએ ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રૉજર બિન્ની, સેક્રેટરી જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને આઇપીએલના ચૅરમૅન અરુણ ધૂમલ પણ સ્ટેજ પર હાજર રહ્યા હતા. 

05 March, 2023 06:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

ધારાવીની સિમરન, 22, WPLમાં ગુજરાત જાયન્ટ્સ સાથે રૂ. 1.9 કરોડની ડીલ કરી...

ધારાવીની સિમરન, 22, WPLમાં ગુજરાત જાયન્ટ્સ સાથે રૂ. 1.9 કરોડની ડીલ કરી...

મુંબઈના ધારાવીની 22 વર્ષીય ક્રિકેટર સિમરન શેખને ગુજરાત જાયન્ટ્સે મહિલા પ્રીમિયર લીગ (WPL)ની હરાજીમાં રૂ. 1.9 કરોડમાં ખરીદ્યો હતો. કૃતજ્ઞતા વ્યક્ત કરતાં, તેણીએ તેના માતા-પિતાને તેમના અતૂટ સમર્થન અને વિરાટ કોહલીને મળવા અને તેની ભારતની જર્સી પ્રાપ્ત કરવાના સપનાનો શ્રેય આપ્યો. સિમરન શેખે કહ્યું, "હું જીજી (ગુજરાત જાયન્ટ્સ) પરિવારનો આભાર માનું છું. આટલી મોટી રકમ મળ્યા પછી, હવે તેમના માટે પ્રદર્શન કરવાની મારી જવાબદારી છે... હું મારા માતા-પિતાનો આભાર માનું છું કારણ કે મારા સમુદાયમાં આવી વસ્તુઓ માટે વધુ સમર્થન નથી, પરંતુ તેઓએ હંમેશા મને ટેકો આપ્યો... મારું સપનું છે કે હું એક વાર વિરાટ કોહલીને મળવું છું - મને માત્ર ભારતની જર્સી જોઈએ છે અને તેથી જ હું આ તમામ પ્રયાસો કરી રહ્યો છું.

17 December, 2024 04:32 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK