ત્રણ દિવસની અંદર અરુણ જેટલી સ્ટેડિયમે પોતાની હાઇએસ્ટ અને લોએસ્ટ સ્કોરવાળી IPL મૅચ જોઈ...
દિલ્હીને ૭૫ બૉલમાં ઑલઆઉટ કરીને બૅન્ગલોરે ૮૧ બૉલ બાકી રાખીને વિજય મેળવ્યો
ગઈ કાલે દિલ્હી કૅપિટલ્સના ૭૫-૧૦ના સ્કોર સામે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ૬.૩ ઓવરમાં ૧ વિકેટે ૭૭ રન કરીને ૭૬ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ૮૧ બૉલ પહેલાં મળેલી નવ વિકેટની આ જીતની રન-ચેઝમાં દેવદત્ત પડિક્કલે ૧૩ બૉલમાં ૩૪ રન, વિરાટ કોહલીએ ૧૫ બૉલમાં ૨૩ રન અને જેકબ બેથલે ૧૧ બૉલમાં ૨૦ રનનું યોગદાન આપ્યું હતું.
શનિવારે બપોરની મૅચમાં દિલ્હી કૅપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ૫૨૯ રનવાળી મૅચ જોવા મળી હતી. જોકે ગઈ કાલે દિલ્હી-બૅન્ગલોરની મૅચમાં માત્ર ૧૫૨ રન જોવા મળ્યા. ત્રણ દિવસની અંદર અરુણ જેટલી સ્ટેડિયમે પોતાની હાઇએસ્ટ અને લોએસ્ટ સ્કોરવાળી IPL મૅચ જોઈ લીધી હતી.
9000: આટલા IPL રન કરનાર પહેલો બૅટર બન્યો વિરાટ કોહલી. આ સિદ્ધિ મેળવવા તેને ગઈ કાલે માત્ર ૧૧ રનની જરૂર હતી.
20: એક IPL ઇનિંગ્સમાં હાઇએસ્ટ આટલા ડૉટ બૉલ ફેંકનાર પહેલો સ્પિનર બન્યો સુયશ શર્મા.
IPLમાં સૌથી ઓછો પાવરપ્લે (૧-૬ ઓવર) સ્કોર
૨૦૨૬માં બૅન્ગલોર સામે દિલ્હી ૧૩-૬
૨૦૦૯માં બૅન્ગલોર સામે રાજસ્થાન ૧૪-૨
૨૦૨૨માં રાજસ્થાન સામે હૈદરાબાદ ૧૪-૩
૨૦૧૧માં કલકત્તા સામે ચેન્નઈ ૧૫-૨
૨૦૧૫માં દિલ્હી સામે ચેન્નઈ ૧૬-૧
૨૦૧૯માં બૅન્ગલોર સામે ચેન્નઈ ૧૬-૧
