ટ્રેઇનિંગથી લઈને પ્લેસમેન્ટ સુધીની તમામ માહિતી મળશે, વૉટ્સઍપ પર પણ ઉપલબ્ધ
દેશમાં કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પ્રકારની આ પ્રથમ પહેલ છે
મહારાષ્ટ્રના યુવાનોને એક જ પ્લૅટફૉર્મ પર કૌશલ્ય-તાલીમ, રોજગારીની તકો અને ઉદ્યોગ-સાહસિકતા માટે માર્ગદર્શન મળી રહે એ હેતુથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે મહાચતુર (MahaChatur) નામના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ચૅટબૉટનું લૉન્ચિંગ કર્યું હતું. દેશમાં કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પ્રકારની આ પ્રથમ પહેલ છે.
આ પ્લૅટફૉર્મ ટ્રેઇનિંગથી લઈને પ્લેસમેન્ટ સુધીની તમામ માહિતી પૂરી પાડશે. એમાં જૉબ-ઑપોર્ચ્યુનિટી, ઍપ્લિકેશન પ્રોસેસ, ઇવૅલ્યુએશન અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાવાની સુવિધા ઉપલબ્ધ હશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોના યુવાનો સુધી સરળતાથી પહોંચવા માટે આ ચૅટબૉટ વૉટ્સઍપ દ્વારા પણ સુલભ બનાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
રાઇટ વૉક ફાઉન્ડેશનના સહયોગથી વિકસિત આ સિસ્ટમ ઓપન સોર્સ AIનો ઉપયોગ કરે છે અને તમામ ડેટા સરકારી સર્વર પર સુરક્ષિત રાખવામાં આવશે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ચૅટબૉટને પરિવર્તનકારી ગણાવતાં કહ્યું હતું કે આનાથી શિક્ષણ અને રોજગાર વચ્ચેનું અંતર ઘટશે. આ પ્રસંગે સ્કિલ ઍન્ડ એમ્પ્લૉયમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MOU)પણ સાઇન કરવામાં આવ્યાં હતાં.
