Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કારડીલરે બર્થ-ડે રીલ બનાવવા માટે રસ્તા પર પેટ્રોલ ઢોળીને ૩૩ નંબર બનાવ્યો અને આગ ચાંપી

કારડીલરે બર્થ-ડે રીલ બનાવવા માટે રસ્તા પર પેટ્રોલ ઢોળીને ૩૩ નંબર બનાવ્યો અને આગ ચાંપી

Published : 28 April, 2026 10:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોરેગામ પોલીસને આ ઘટનાની જાણ થઈ ત્યારે એણે ફહાદ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


જોગેશ્વરી-વેસ્ટના માલ્કમબાગની સામે આવેલા ક્રિસ્ટલ હાઇટમાં રહેતા કારડીલર ફહાદ ખલીલ સલાહુદ્દીન શેખે તેની ૩૩મી વર્ષગાંઠની ઉજવણી યાદગાર બનાવવા એક અનોખી અને જોખમી રીતે રીલ બનાવીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

કાર લઈને બર્થ-ડે બૉય રામ મંદિર નજીક ઍવેન્યુ રોડ પર સનટેક સિટી પાસે ગયો હતો. ત્યાં કાર પાર્ક કરીને કારમાંથી નીચે ઊતરી ગયો હતો અને રોડ પર પેટ્રોલ ઢોળીને ‘૩૩’ નંબર બનાવી એને આગ ચાંપી દીધી હતી. એથી એ પેટ્રોલ ભડકા સાથે બળવા માંડ્યું હતું અને ‘૩૩’ નંબર ચમકી ઊઠ્યો હતો. ગોરેગામ પોલીસને આ ઘટનાની જાણ થઈ ત્યારે એણે ફહાદ વિરુદ્ધ લોકો અને અન્ય વાહનો માટે જોખમ ઊભું કરવાનો અને પબ્લિક પ્રૉપર્ટી રોડને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK