Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફ્લાઇંગ ટાઇમ : ૧ કલાક ૧૦ મિનિટ, લગેજ મળ્યું  ૧ કલાક ૨૦ મિનિટ પછી

ફ્લાઇંગ ટાઇમ : ૧ કલાક ૧૦ મિનિટ, લગેજ મળ્યું  ૧ કલાક ૨૦ મિનિટ પછી

Published : 28 April, 2026 08:26 AM | Modified : 28 April, 2026 10:11 AM | IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

એક તો ફ્લાઇટ મુંબઈને બદલે નવી મુંબઈ ઍરપોર્ટ પર આવી અને પછી લગેજ મળવામાં જબરદસ્ત વિલંબ થયો : મૅન્ગલોરથી આવેલા  પરેલના રમણીક કારિયાએ જણાવી હાલાકીઃ ઍરપોર્ટ ઑથોરિટીએ ટેક્નિકલ ઇશ્યુ ગણાવીને હાથ ખંખેર્યા

ટેક્નિકલ ઇશ્યુને કારણે સવા કલાક કરતાં વધુ નીકળી જવા છતાં લગેજ કન્વેયર બેલ્ટ પર ન આવતાં પરેશાન પૅસેન્જરોએ ઍરપોર્ટ મૅનેજરને બોલાવીને ફરિયાદ કરી હતી.

ટેક્નિકલ ઇશ્યુને કારણે સવા કલાક કરતાં વધુ નીકળી જવા છતાં લગેજ કન્વેયર બેલ્ટ પર ન આવતાં પરેશાન પૅસેન્જરોએ ઍરપોર્ટ મૅનેજરને બોલાવીને ફરિયાદ કરી હતી.


વાજતે-ગાજતે નવી મુંબઈ ઍરપોર્ટ ચાલુ તો થયું છે, પણ ઍરપોર્ટ પરના ધાંધિયાને લઈને પ્રવાસીઓએ હાડમારી ભોગવવી પડે છે. ગઈ કાલે પરેલમાં રહેતા રમણીક કારિયાને મૅન્ગલોરથી પાછા ફર્યા બાદ સવા કલાક કરતાં વધુ સમય સુધી લગેજ જ મળ્યું નહોતું.

આ વિશે માહિતી આપતાં રમણીક કારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું ૨૦ જણનું ગ્રુપ હતું. અમે મૅન્ગલોરથી મુંબઈની ફ્લાઇટ પકડી હતી. ફ્લાઇટમાં કુલ ૧૮૦ પૅસેન્જર હતા. અમે ૩ મહિના પહેલાં ટિકિટ કઢાવી હતી. અમને મૅન્ગલોર પર ગઈ કાલે છેક છેલ્લી ઘડીએ કહેવામાં આવ્યું કે ફ્લાઇટ મુંબઈ ઍરપોર્ટ પર નહીં પણ નવી મુંબઈ ઍરપોર્ટ પર લૅન્ડ થશે. અમે એ પણ માન્ય કરી લીધું હતું. ખરું જોતાં નવી મુંબઈ ઍરપોર્ટથી અહીં આવવામાં લગભગ ૩૦૦૦ રૂપિયા ટૅક્સીના લાગી જાય છે. રોડ-ટ્રાન્સપોર્ટ સિવાય બીજો કોઈ ઑપ્શન નથી. આપણે સમજો ઘરેથી ગાડી મગાવીએ તો એણે પણ અહીં પહોંચવા ૩ કલાક પહેલાં નીકળી જવું પડે છે. અમારી તકલીફ તો નવી મુંબઈ ઍરપોર્ટ પર ઊતર્યા પછી ચાલુ થઈ હતી. અમારી ફ્લાઇટનો ફ્લાઇંગ ટાઇમ એક કલાક ૧૦ મિનિટનો હતો અને અમે બરાબર સમયસર ઊતરી ગયા હતા. જોકે એ પછી ૧.૨૦ કલાક સુધી અમારું લગેજ કન્વેયર બેલ્ટ પર આવ્યું જ નહીં. એક કલાક સુધી તો ત્યાંનો ઑપરેશન મૅનેજર અભિષેક પણ તેની જ ઑફિસમાં બેસી રહ્યો હતો. અમે જ્યારે રજૂઆત કરી ત્યારે તે આવ્યો અને એ પછી થોડી વાર બાદ અમારો સામાન બેલ્ટ પર મુકાવો ચાલુ થયો. અમારા ફ્લાઇંગ ટાઇમ કરતાં તો અમારે લગેજ માટે વધુ વખત રોકાવું પડ્યું.’



આ બાબતે નવી મુંબઈ ઍરપોર્ટ ઑથોરિટી સાથે ફોન પર વાત કરીને ચોક્કસ કારણ જાણવાની ‘મિડ-ડે’એ કોશિશ કરી ત્યારે ઍરપોર્ટ ઑપરેશન્સ તરફથી કહેવામાં આવ્યું કે ‘હા, વાત સાચી છે. ગઈ કાલે ટેક્નિકલ ઇશ્યુ આવ્યો હતો. પૅસેન્જર્સનું લગેજ નીચેથી ઉપર કન્વેયર બેલ્ટ પર લાવવાના મશીનનું સેન્સર કામ નહોતું કરી રહ્યું જેને કારણે આ ડિલે થયું હતું. મશીન છે, ફૉલ્ટ આવી શકે. બીજું ઇન્ડિગો પાસે મેનપાવર પણ ઓછો છે એટલે તેમનું લગેજ આવવામાં પણ ડિલે થતું હોય છે. આવું ગઈ કાલે પહેલી જ વાર બન્યું. હવે પછી અમે વધુ અલર્ટ રહીશું.’


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 10:11 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK