Video : રોહીત તેની પુત્રીને હિન્દી કે અંગ્રેજી નહી પણ આ ભાષા શિખવાડે છે
રોહિત શર્મા તેની પત્ની અને પુત્રી સાથે (PC : MidDay)
ભારતીય ક્રિકેટ ટીમના યુવા ક્રિકેટર રોહિત શર્મા અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં વ્યસ્ત છે. આજ કાલ રોહિત શર્મા ક્રિકેટના સમયને બાદ કરતા પોતાનો સંપુર્ણ સમય પોતાની વહાલસોઇ દિકરીને આપી રહ્યો છે. ત્યારે હાલમાં જ રોહિત શર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેની 3 મહિનાની પુત્રી હસી રહી છે. આ વીડિયો શેર કરવાની સાથે રોહિતે એક રસપ્રદ વાત જણાવી છે. આ વાત જાણીને તમે પણ ચોકી ઉઠશો. શું એ આ વાત જાણો અહી.
Spanish lessons at 3 months #muybien pic.twitter.com/voFRUDBy4d
— Rohit Sharma (@ImRo45) April 10, 2019
ADVERTISEMENT
પોતાના ટ્વીટર પર વીડિયો શેર કરી કહી આ વાત
વાત એવી છે કે રોહીત શર્માએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેની ત્રણ મહિનાની પુત્રી હસ્તી-રમતી જોવા મળી રહી છે. રોહિત પોતાની પુત્રીને સ્પેનિશ શીખવાડવા ઈચ્છે છે. તેણે વીડિયો માટે કેપ્શન લખ્યું, સ્પેનિશ લેસન એટ થર્ડ મંથ. મુય બિન. તેણે અંતે એક સ્પેનિશ શબ્દ (Muy bien) લખ્યો, જેનો અર્થ ખુબ સારૂ થાય છે. રોહિતના આ વીડિયોને થોડા સમયમાં હજારો લોકોએ લાઇક કર્યો છે. આ સાથે ઘણા લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે.