Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રિકેટ જગતને વધુ એક ઝટકોઃ વેસ્ટ ઇન્ડીઝનો સ્ટાર બેટ્સમેન 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત

ક્રિકેટ જગતને વધુ એક ઝટકોઃ વેસ્ટ ઇન્ડીઝનો સ્ટાર બેટ્સમેન 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત

Published : 10 June, 2025 12:38 PM | Modified : 11 June, 2025 07:00 AM | IST | Jamaica
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Nicholas Pooran Retirement: વેસ્ટ ઇન્ડીઝના વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો ચોંકાવનારો નિર્ણય લીધો; ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ દ્વારા પોતાની નિવૃત્તિની જાહેરાત કરી

નિકોલસ પૂરન (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

નિકોલસ પૂરન (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)


ક્રિકેટના ફેન્સને દરરોજ એક નવો ઝટકો મળે છે, કારણકે ક્રિકેટ જગતમાંથી દરરોજ એક પછી એક સમાચાર આવતા જ રહે છે. એક પછી એક દિગ્ગજ ક્રિકેટરો ક્રિકેટને અલવિદા કહી રહ્યાં છે. આજે પણ એક ક્રિકેટરે આંતરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket)માંથી નિવૃત્તિ જાહેર કરી છે. વેસ્ટ ઇન્ડીઝ (West Indeis)ના વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરન (Nicholas Pooran)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો (Nicholas Pooran Retirement) ચોંકાવનારો નિર્ણય લીધો છે.


દક્ષિણ આફ્રિકા (South Africa)ના વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેન (Heinrich Klaasen)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના થોડા દિવસો પછી જ તેનો આ નિર્ણય આવ્યો છે. નિકોલસ પૂરન અને હેનરિક બંનેને ટી20 ક્રિકેટ (T20 Cricket)ના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે. હવે બંનેના નિવૃત્તિના નિર્ણયથી ચાહકો ચોંકી ગયા છે.



વેસ્ટ ઇન્ડીઝના ૨૯ વર્ષીય વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરને સોશ્યલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ (Instagram) પોસ્ટમાં લખ્યું છે કે, ‘તે ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ મેં તેના વિશે ઘણું વિચાર્યું અને ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર્યું. તમારા બધાને મારો પ્રેમ. ક્રિકેટના લોકો માટે - ઘણા વિચાર અને ચિંતન પછી, મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. આ રમત જે અમને ગમે છે તેણે અમને ખૂબ આનંદ આપ્યો છે અને તે અમને હેતુ, અવિસ્મરણીય યાદો અને વેસ્ટ ઇન્ડીઝના લોકોનું પ્રતિનિધિત્વ કરવાની તક આપતી રહેશે. મરૂન જર્સી પહેરીને, રાષ્ટ્રગીત માટે ઉભા રહીને અને જ્યારે પણ તમે મેદાન પર પગ મુકો છો ત્યારે તમારું સર્વસ્વ આપીને, તે ક્ષણોને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. મારા માટે તેનો અર્થ શું છે તે સમજાવવું મુશ્કેલ છે. કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરવું એ એક વિશેષાધિકાર છે જે હું હંમેશા મારા હૃદયની નજીક રાખીશ.’


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nicholas Pooran (@nicholaspooran)


નિકોલસ પૂરને આગળે લખ્યું છે કે, ‘ચાહકોનો તમારા અતૂટ પ્રેમ માટે આભાર. તમે મુશ્કેલ સમયમાં મને ટેકો આપ્યો છે અને સારા સમયમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી છે. મારા પરિવાર, મિત્રો અને સાથી ખેલાડીઓનો આ સફર મારી સાથે ચલાવવા બદલ આભાર. તમારા આશીર્વાદ અને સમર્થને મને આગળ વધવામાં મદદ કરી છે. મારી કારકિર્દીનો આ આંતરરાષ્ટ્રીય અધ્યાય ભલે સમાપ્ત થઈ ગયો હોય, પણ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ પ્રત્યેનો મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. હું ટીમ અને પ્રદેશને આગળના માર્ગ માટે સફળતા અને શક્તિ સિવાય બીજું કંઈ નહીં ઈચ્છું છું.’

નિકોલસ પૂરને વેસ્ટ ઈન્ડિઝ માટે 61 ODI અને 106 T20 મેચ રમી છે. તેણે ODI માં 39.66 ની સરેરાશથી 1983 રન અને T20 માં 26.15 ની સરેરાશ અને 136.40 ના સ્ટ્રાઈક રેટથી 2275 રન બનાવ્યા છે. પૂરને ODI માં ત્રણ સદી અને 11 અડધી સદી ફટકારી છે.

તે જ સમયે, તેણે T20 માં 13 અડધી સદી ફટકારી છે. પૂરને વેસ્ટ ઈન્ડિઝ માટે ક્યારેય ટેસ્ટ મેચ રમી નથી. પૂરણે ODI માં છ વિકેટ પણ લીધી છે. જોકે, તે એક વિકેટકીપર બેટ્સમેન છે. પૂરણ ટૂંકા ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે, પરંતુ કેપ્ટન તરીકેના તેના ખરાબ રેકોર્ડ બાદ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે તેને કેપ્ટનશીપમાંથી દૂર કર્યો હતો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ - આઇપીએલ (Indian Premier League – IPL)ની આઇપીએલ ૨૦૨૫ (IPL 2025)માં લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) તરફથી રમતી વખતે નિકોલસ પૂરને શાનદાર પ્રદર્શન કર્યું. તેણે ૧૪ મેચમાં ૫૨૪ રન બનાવ્યા, જેમાં પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. કુલ મળીને, તેણે IPL માં અત્યાર સુધી ૯૦ મેચ રમી છે, જેમાં તેણે ૨૨૯૩ રન બનાવ્યા છે.

નિકોલસ પૂરને પોતાની પોસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનું કોઈ કારણ જણાવ્યું નથી પરંતુ એવું માનવામાં આવે છે કે તેણે વિશ્વભરની T20 લીગમાં રમવા માટે આ નિર્ણય લીધો છે.

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2025 07:00 AM IST | Jamaica | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK