એ જ દિવસે સાંજે ટ્રાયમ્ફ નાઇટ્સ ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં નૉર્થ મુંબઈ પૅન્થર્સ સામેની મૅચ બાદ આ યંગ ફૅનની ઇચ્છા પૂરી કરી હતી.
૮ જૂનની સવારની મૅચમાં યંગ ફૅન લઈને આવ્યો હતો આ પોસ્ટર.
૮ જૂનની સવારે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં T20 મુંબઈ લીગની ગ્રુપ-સ્ટેજની એક મૅચ દરમ્યાન એક યંગ ફૅન સૂર્યકુમાર યાદવ માટે પોસ્ટર લઈને સ્ટૅન્ડમાં બેઠો હતો, જેમાં લખ્યું હતું કે ‘સૂર્યાસર, મને તમારી સાથે એક ફોટો પડાવવો છે. કૃપા કરીને વિનંતી સ્વીકારો.’
ADVERTISEMENT
સાંજે ફૅન અને તેના પોસ્ટર સાથે મેદાન પર ફોટો પડાવ્યો સૂર્યાએ.
લાઇવ ટેલિકાસ્ટ દરમ્યાન ફૅનનો ફોટો પાડી સૂર્યકુમાર યાદવે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘હું ચાર કલાકમાં આવું છું, ત્યાં મળીશું.’
એ જ દિવસે સાંજે ટ્રાયમ્ફ નાઇટ્સ ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં નૉર્થ મુંબઈ પૅન્થર્સ સામેની મૅચ બાદ આ યંગ ફૅનની ઇચ્છા પૂરી કરી હતી. ફૅન અને તેના પોસ્ટર સાથે મેદાન પર ફોટો પડાવી તેણે સોશ્યલ મીડિયા પર ફરી શૅર કર્યો હતો.

