લખનઉના એકાના સ્ટેડિયમમાં ૧૨ એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં લખનઉ સુપર જાયન્ટ્સના એક ફૅન સાથે દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી હતી. લખનઉના વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરનના એક સિક્સરના કારણે લખનઉના એક ફૅનને કપાળ પર બૉલ વાગ્યો હતો.
નિકોલસ પૂરન અને ઇન્જર્ડ ફૅન
લખનઉના એકાના સ્ટેડિયમમાં ૧૨ એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં લખનઉ સુપર જાયન્ટ્સના એક ફૅન સાથે દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી હતી. લખનઉના વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરનના એક સિક્સરના કારણે લખનઉના એક ફૅનને કપાળ પર બૉલ વાગ્યો હતો. સ્ટેડિયમની બહાર મેડિકલ ટીમ પાસેથી સારવાર લીધા બાદ તે ફૅન ફરી સ્ટેડિયમમાં ટીમને સપોર્ટ કરવા પહોંચી ગયો હતો.
પૂરને હાલમાં આ ફૅનને સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન સ્પેશ્યલ કૉલ કરીને બોલાવ્યો હતો અને હાલચાલ પૂછીને તેને ઑટોગ્રાફ કરેલી કૅપ ગિફ્ટ આપી હતી.


