Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યૂઝ ઇન શોર્ટ: મુંબઈના ખેલાડીઓએ પ્રૅક્ટિસ દરમ્યાન ૪૦,૦૦૦ રૂપિયાના કૅમેરા તોડ્યા

ન્યૂઝ ઇન શોર્ટ: મુંબઈના ખેલાડીઓએ પ્રૅક્ટિસ દરમ્યાન ૪૦,૦૦૦ રૂપિયાના કૅમેરા તોડ્યા

28 April, 2024 10:34 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈના ખેલાડીઓની લાપરવાહીને કારણે ફ્રૅન્ચાઇઝીને હમણાં સુધીમાં ૪૦,૦૦૦ રૂપિયાનું નુકસાન થયું છે.

T20 મૅચ

T20 મૅચ


પાંચ વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટ્રોફી જીતનાર મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓના વર્તમાન સીઝનમાં ખરાબ પ્રદર્શનને કારણે મુંબઈ ફ્રૅન્ચાઇઝી પૉઇન્ટ્સ-ટેબલમાં તળિયા પર છે. ૧૭મી સીઝનની પ્રથમ ૪૦ મૅચમાં મેદાન પર નિષ્ફળ રહેલા મુંબઈના ખેલાડીઓ પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન જોકે માલિકોને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સે સોશ્યલ મીડિયા પર એક રીલ શૅર કરી છે જેમાં સૂર્યકુમાર યાદવ અને ટિમ ડેવિડ જેવા ખેલાડીઓના શૉટને કારણે પિચની સાઇડ પર મૂકેલા રેકૉર્ડિંગ કૅમેરા તૂટી રહ્યા હતા. મુંબઈના ખેલાડીઓની લાપરવાહીને કારણે ફ્રૅન્ચાઇઝીને હમણાં સુધીમાં ૪૦,૦૦૦ રૂપિયાનું નુકસાન થયું છે.

વેસ્ટ ઇન્ડીઝ સામે નેપાલની ૪ વિકેટે જીત કૅપ્ટન રોહિતકુમાર પૌડેલની સેન્ચુરી



ગઈ કાલે નેપાલ A અને વેસ્ટ ઇન્ડીઝ A વચ્ચે રમાયેલી પ્રથમ T20 મૅચમાં નેપાલે ૮ વિકેટથી જીત મેળવી હતી. પ્રથમ બૅટિંગ કરતાં વેસ્ટ ઇન્ડીઝે પાંચ વિકેટ ગુમાવીને ૨૦૪નો સ્કોર ઊભો કર્યો હતો, જેની સામે નેપાલે કૅપ્ટન રોહિતકુમાર પૌડેલની ૧૧૨ રનની ઇનિંગ્સની મદદથી ૬  વિકેટ ગુમાવીને ૨૦૫ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. નેપાલની ટીમે પાંચ મૅચની T20 સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી હતી. ભારતના પાડોશી દેશમાં પણ ક્રિકેટનો ક્રેઝ વધી રહ્યો છે. આ મૅચ જોવા માટે હજારોની સંખ્યામાં ફૅન્સ ક્રિકેટના મેદાન પર પહોંચ્યા હતા.


ચીનમાં લહેરાયો તિરંગો : તીરંદાજી વર્લ્ડ કપ 2024માં ભારત જીત્યું ચાર ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સ ચૅમ્પિયન જ્યોતિ સુરેખા વેન્નમની આગેવાની હેઠળ ભારતીય તીરંદાજોએ ગઈ કાલે ચીનના શાંઘાઈમાં તીરંદાજી વર્લ્ડ કપ 2024માં કમ્પાઉન્ડ ઇવેન્ટ્સ (ટીમ ઇવેન્ટ)માં પાંચમાંથી ચાર ગોલ્ડ મેડલ સાથે કુલ પાંચ મેડલ જીત્યા હતા. ગોલ્ડ મેડલ સાથે જ્યોતિ સુરેખા વેન્નમે ઑક્ટોબરમાં મેક્સિકોમાં યોજાનારી તીરંદાજી વર્લ્ડ કપ ફાઇનલ્સ માટે પણ ક્વૉલિફાય કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK