ચંદ્ર માનું પ્રતિનિધિત્વ કરે છે. મા જ્યારે દુઃખી હોય ત્યારે ચંદ્ર દ્વારા આવતી તમામ વ્યાધિઓ સહન કરવી પડે છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જો વ્યક્તિથી મા નારાજ રહેતી હોય કે પછી વ્યક્તિ દ્વારા મા દુઃખી થતી હોય એવા સમયે કર્મના સિદ્ધાંતોની સાથોસાથ ગ્રહના સિદ્ધાંતો પણ લાગુ પડે છે. જે વ્યક્તિ દ્વારા માને સુખ કે સંતોષ ન મળતાં હોય તે વ્યક્તિના જીવનમાં ચંદ્ર દૂષિત બને છે અને દૂષિત ચંદ્રને કારણે જે-તે વ્યક્તિના જીવનમાંથી મનની શાંતિનો ક્ષય થાય છે તો સાથોસાથ વિકાસની યાત્રામાં પણ અનસ્ટેબિલિટી આવી જાય છે. આ ઉપરાંત જેની કુંડળીમાં ચંદ્ર દૂષિત બને છે તે વ્યક્તિમાં એ સ્તર પર ઉગ્રતા આવતી જાય છે કે તે પોતે જ પોતાનું નુકસાન કરવા માંડે છે, પૈસો ટકતો નથી અને ટકે છે એ પૈસો અયોગ્ય જગ્યાએ કે અનિચ્છનીય રીતે ખર્ચાય છે. તમે જુઓ, જેણે પણ આજીવન માને સાથ આપ્યો છે કે પછી માને સાથે રાખી છે તે વ્યક્તિના જીવનમાં તમને સંતોષ અને શાંતિ જોવા મળશે.