વીક-એન્ડમાં ફિલ્મના બિઝનેસમાં વધારો થઈ શકે છે.
ફિલ્મ ‘શ્રીકાંત’
રાજકુમાર રાવની શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘શ્રીકાંત’એ પહેલા દિવસે ૨.૪૧ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ દિવ્યાંગ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ શ્રીકાંત બોલાની લાઇફ પર આધારિત છે. જન્મથી જ ન જોઈ શકનાર શ્રીકાંતને લાઇફમાં ઘણુંબધું વેઠવાનું આવ્યું હતું. આ તમામ પડકારોથી તેમણે કદી હાર નહોતી માની અને સતત પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા ગયા. તેમની સ્ટોરી ખરેખર પ્રેરણાદાયી છે. તેમના પાત્રને રાજકુમારે સાકાર કર્યું છે. ફિલ્મમાં તેની સાથે જ્યોતિકા, શરદ કેળકરઅને અલાયા ફર્નિચરવાલા છે. વીક-એન્ડમાં ફિલ્મના બિઝનેસમાં વધારો થઈ શકે છે.