ભારતીય ખેલાડીઓ અંદરોઅંદર ત્રણ દિવસની એક ઇન્ટર-સ્ક્વૉડ મૅચ રમશે અને એ માટેની ૨૬ ખેલાડીની ટીમ જાહેર કરવામાં આવી છે
ફાઇલ તસવીર
ડિસેમ્બરમાં વિકેટકીપર કે. એસ. ભરતના સુકાનમાં સાઉથ આફ્રિકામાં ઇન્ડિયા ‘એ’ ટીમ સાઉથ આફ્રિકા ‘એ’ સામે ચાર દિવસની જે બે મૅચ રમશે એની વચ્ચે ભારતીય ખેલાડીઓ અંદરોઅંદર ત્રણ દિવસની એક ઇન્ટર-સ્ક્વૉડ મૅચ રમશે અને એ માટેની ૨૬ ખેલાડીની ટીમ જાહેર કરવામાં આવી છે જેમાં ટીમ ઇન્ડિયાના મોટા ભાગના મુખ્ય પ્લેયર્સ સામેલ છે. ઇન્ટર-સ્ક્વૉડ માટેની ટીમ ઃ રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, અભિમન્યુ એસ્વરન, દેવદત્ત પડિક્કલ, શ્રેયસ ઐયર, સરફરાઝ ખાન, પ્રદોશ રંજન પૉલ, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન, પુલકિત નારંગ, હર્શિત રાણા, શાર્દૂલ ઠાકુર, સૌરભ કુમાર, માનવ સુથાર, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, વિદ્વત કેવરપ્પા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની.

