Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ચાલો, ઇન્ટરનૅશનલ ડિઝર્ટ ટેસ્ટ કરીએ

ચાલો, ઇન્ટરનૅશનલ ડિઝર્ટ ટેસ્ટ કરીએ

Published : 14 March, 2026 03:12 PM | IST | Mumbai
Darshini Vashi

બાંદરામાં શરૂ કરવામાં આવેલી બેને બેકહાઉસ કૅફેમાં જપાનથી લઈને રોમ સુધીનાં ડિઝર્ટ મળે છે. આ બધાં ઇનહાઉસ જ બને છે અને એમાં મેં મારી રીતે અનેક ઇનોવેશન પણ લાવ્યાં છે. અમુક બાઇટ-સાઇઝનાં ડિઝર્ટ પણ મળે છે જેથી લોકો અલગ-અલગ ડિઝર્ટને માણી શકે.’ 

ચાલો, ઇન્ટરનૅશનલ ડિઝર્ટ ટેસ્ટ કરીએ

ચાલો, ઇન્ટરનૅશનલ ડિઝર્ટ ટેસ્ટ કરીએ


ડિઝર્ટ ખાવાના શોખીનો માટે અને ખાસ કરીને એવા લોકો જેઓ કંઈક ને કંઈક નવું ડિઝર્ટ ટ્રાય કરવા માગતા હોય છે તેમના માટે બાંદરામાં એક નવી શરૂ કરવામાં આવેલી ડિઝર્ટ શૉપ બેસ્ટ ઑપ્શન બની રહેશે જ્યાં જૅપનીઝ રોલ, રોમન બન, બનૉફી પાઇ, ફ્રેન્ચ સ્ટ્રૉબેરી પેસ્ટ્રી વગેરે મળે છે.
બાંદરામાં શરૂ થયેલા બેને બેકહાઉસનાં ફાઉન્ડર સના કાબરા કહે છે, ‘મુંબઈમાં ખાસ કરીને બાંદરાની આસપાસના એરિયામાં ફ્રેન્ચ અને અન્ય પૉપ્યુલર વિદેશી સ્ટાઇલનાં ડિઝર્ટ બહુ મળતાં નથી, જેને હું અહીં લઈ આવી છું. આ બધાં ઇનહાઉસ જ બને છે અને એમાં મેં મારી રીતે અનેક ઇનોવેશન પણ લાવ્યાં છે. અમુક બાઇટ-સાઇઝનાં ડિઝર્ટ પણ મળે છે જેથી લોકો અલગ-અલગ ડિઝર્ટને માણી શકે.’ 
અહીંના સ્પેશ્યલ ડિઝર્ટની વાત કરીએ તો મીલફઈ ખૂબ પ્રખ્યાત ફ્રેન્ચ ડિશ છે જે બનાવવી પણ અઘરી છે. મીલફઈનો ફ્રેન્ચમાં અર્થ થાય છે થાઉઝન્ડ લેયર. બીજી છે બનૉફી પાઇ જે બનાના અને ચૉકલેટથી બને છે. ત્યાર બાદ અહીં મારિટૉસ બનનું નામ આવે છે જે રોમન ડિઝર્ટ આઇટમ છે જે ત્યાંની દરેક શૉપમાં મળતી જ હોય છે જે અહીં રજૂ કરવામાં આવી છે. માચા ઍન્ડ સ્ટ્રૉબેરી તિરામિસુ જેવી ડિઝર્ટ આઇટમ મળે છે. આ સિવાય અહીં ગ્લુટન ફ્રી ડબલ ચોકોચિપ કુકીઝ, મીસો કૅરૅમલ ચોકો ચિપ કુકીઝ, ક્રૉસોં વડાપાંઉ જેમાં આલૂમસાલાનું ફિલિંગ કરવામાં આવેલું છે અને ઉપર ગાર્લિક ચટણી અને મરચાં સાથે આવે છે એને પણ રજૂ કરવામાં આવ્યું છે.
ક્યાં આવેલી છે? : બેને બેકહાઉસ, લીલાવતી હૉસ્પિટલની સામે, બાંદરા 
સમય : સવારે ૯થી સાંજે ૭ સુધી (મંગળવારે બંધ)


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2026 03:12 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK