ભારતીય ટીમને ઇંગ્લૅન્ડ સામે આ મેદાન પર એક હાર અને એક જીત મળી છે
વન-ડે સિરીઝની ટ્રોફી સાથે ભારતીય કૅપ્ટન શુભમન ગિલ અને ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક
કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ગ્રાઉન્ડમાં આજે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે બીજી વન-ડે મૅચ રમાશે. ભારત આ સિરીઝ પર ૨-૦થી કબજો કરવાના ટાર્ગેટ સાથે મેદાન પર ઊતરશે. ભારત આ મેદાન પર ૧૨ વર્ષ અને ઇંગ્લૅન્ડ એક વર્ષ બાદ વન-ડે મૅચ રમશે.
કાર્ડિફમાં ઇંગ્લૅન્ડ ૨૦૦૬થી ૨૦૨૫ વચ્ચે ૧૭ વન-ડે મૅચમાંથી ૧૦ મૅચ જીત્યું છે, ૪ મૅચ હાર્યું છે અને ૩ મૅચ નો-રિઝલ્ટ રહી છે. ભારત આ મેદાન પર ૨૦૧૧થી ૨૦૧૪ વચ્ચે ૪ વન-ડે મૅચ રમ્યું છે જેમાં ૩ મૅચ જીત્યું અને એક હાર મળી છે.
ADVERTISEMENT
આ મેદાન પર રમાયેલી પહેલી વન-ડે મૅચમાં ભારત ઇંગ્લૅન્ડ સામે ૬ વિકેટે હાર્યું હતું. ભારતે ત્યાર બાદ સાઉથ આફ્રિકા સામે ૨૬ રને, શ્રીલંકા સામે ૮ વિકેટે અને ઇંગ્લૅન્ડ સામે ૧૩૩ રને જીત નોંધાવી હતી એટલે કે ભારતીય ટીમને વન-ડે ફૉર્મેટમાં ઇંગ્લૅન્ડ સામે આ મેદાન પર એક હાર અને એક જીત મળી છે.
ભારત આ મેદાન પર વન-ડે સિવાય માત્ર એક T20 મૅચ ૨૦૧૮માં રમ્યું હતું જેમાં ભારતને ઇંગ્લૅન્ડ સામે પાંચ વિકેટે હાર મળી હતી.
મૅચનો સમય: સાંજે ૫.૩૦ વાગ્યાથી
