Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગણપતિના મૂર્તિકારોને ફ્રીમાં ઇકો-ફ્રેન્ડ્લી કલર આપશે BMC : ૧.૬૩ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ

ગણપતિના મૂર્તિકારોને ફ્રીમાં ઇકો-ફ્રેન્ડ્લી કલર આપશે BMC : ૧.૬૩ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ

Published : 16 July, 2026 07:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ માટેના ૧.૬૩ કરોડ રૂપિયાના ખરીદી-પ્રસ્તાવને મંજૂરી માટે બુધવારે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગણેશોત્સવ દરમ્યાન મૂર્તિ-વિસર્જનથી જળાશયોમાં થતા પ્રદૂષણને અટકાવવા માટે BMCએ એક  આવકારદાયક નિર્ણય લીધો છે. મુંબઈમાં આ વર્ષે ગણપતિની મૂર્તિ બનાવતા મૂર્તિકારોને BMC તરફથી ૨૫,૪૦૦ લીટર ઇકો-ફ્રેન્ડ્લી કલર બિલકુલ મફત પૂરો પાડવામાં આવશે. આ માટેના ૧.૬૩ કરોડ રૂપિયાના ખરીદી-પ્રસ્તાવને મંજૂરી માટે બુધવારે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓ બનાવવા માટે મૂર્તિકારોને પહેલેથી જ મફતમાં શાડૂની માટી પૂરી પાડવામાં આવે છે અને હવે આ અભિયાનને આગળ ધપાવતાં બિનઝેરી કલર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.



હાલમાં બજારમાં મળતા પરંપરાગત કલરોમાં સીસું, કૅડમિયમ, ક્રોમિયમ અને પારા જેવી અત્યંત જોખમી ભારે ધાતુઓનો ઉપયોગ થાય છે. વિસર્જન બાદ આ કેમિકલ પાણીમાં ભળે છે, જેનાથી જળાશયો પ્રદૂષિત થાય છે અને જળચર સૃષ્ટિના જીવ પર મોટું જોખમ ઊભું થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK