પચીસ વર્ષનો શુભમન ટેસ્ટ-કરીઅરની પહેલી ૩૪ મૅચ પછી વિરાટ કોહલીથી માત્ર ૮૩ રન પાછળ રહી ગયો છે.
વિરાટ કોહલી, શુભમન ગિલ
બર્મિંગહૅમ ટેસ્ટમાં ઐતિહાસિક ૪૩૦ રન ફટકારનાર ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ અનેક રેકૉર્ડ તોડી રહ્યો છે. તેણે કૅપ્ટન તરીકે વિરાટ કોહલી અને સુનીલ ગાવસકરના અનેક રેકૉર્ડની બરાબરી પણ કરી છે. એક ટેસ્ટ-મૅચમાં ૨૫૦+ અને ૧૫૦+ રનની ઇનિંગ્સ રમનાર તે એકમાત્ર પ્લેયર બન્યો ત્યારે સ્ટાર બૅટર વિરાટ કોહલીએ પણ તેની જાહેરમાં પ્રશંસા કરી છે.
વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શુભમનનો ફોટો શૅર કરીને લખ્યું, ‘ખૂબ સરસ રમ્યો સ્ટાર બૉય. ઇતિહાસમાં નામ લખાવવું શાનદાર છે. તું આ બધાનો હકદાર છે.’ આ ટેસ્ટ-સિરીઝની શરૂઆતથી જ ભારતીય ક્રિકેટના પ્રિન્સ ગણાતા શુભમન ગિલની તુલના કિંગ કોહલી સાથે થઈ રહી છે. પચીસ વર્ષનો શુભમન ટેસ્ટ-કરીઅરની પહેલી ૩૪ મૅચ પછી વિરાટ કોહલીથી માત્ર ૮૩ રન પાછળ રહી ગયો છે. આ સિરીઝની શરૂઆતમાં શુભમન ગિલની બૅટિંગ-ઍવરેજ ૩૫.૦૫ હતી, જ્યારે હવે બે ટેસ્ટ પછી ૪૨.૭૨ થઈ ગઈ છે.
ADVERTISEMENT
|
વિરાટ કોહલીનો પહેલી ૩૪ ટેસ્ટનો રેકૉર્ડ |
|
|
ઇનિંગ્સ |
૬૦ |
|
રન |
૨૫૬૧ |
|
ઍવરેજ |
૪૫.૭૩ |
|
સ્ટ્રાઇક-રેટ |
૫૩.૧૩ |
|
ફિફ્ટી |
૧૦ |
|
સેન્ચુરી |
૧૦ |
|
હાઇએસ્ટ સ્કોર |
૧૬૯ |
|
શુભમન ગિલનો પહેલી ૩૪ ટેસ્ટનો રેકૉર્ડ |
|
|
ઇનિંગ્સ |
૬૩ |
|
રન |
૨૪૭૮ |
|
ઍવરેજ |
૪૨.૭૨ |
|
સ્ટ્રાઇક-રેટ |
૬૨.૭૨ |
|
ફિફ્ટી |
૭ |
|
સેન્ચુરી |
૮ |
|
હાઇએસ્ટ સ્કોર |
૨૬૯ |
તેણે મને વિરાટ કોહલીની યાદ અપાવી જે તેના પહેલાં ચોથા નંબરે બૅટિંગ કરતો હતો. શુભમન ગિલ એ પ્રતિભાની કાર્બન કૉપી જેવો છે.
- અફઘાનિસ્તાનના હેડ કોચ જોનથન ટ્રૉટ


