Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બે લાખ કૉન્ડમથી બનાવ્યું પહાડ, તેની સામે મોડેલ્સે કર્યું રેમ્પ વૉક

બે લાખ કૉન્ડમથી બનાવ્યું પહાડ, તેની સામે મોડેલ્સે કર્યું રેમ્પ વૉક

25 February, 2023 07:13 PM IST | Milan
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ અનોખો ફેશન શો જોઈને યુર્ઝસ ચોંકી ગયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

Offbeat

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


મિલાન ફેશન વીક ૨૦૨૩-૨૪ (Milan Fashion Week 2023-24) અનોખા અંદાજમાં શરુ થયું અને આ ફેશન શોએ લોકોને આશ્ચર્યચકિત કરી મુક્યા છે. આ ફેશન વીકમાં કલાકારો અને મોડલ્સે રેમ્પ વોક કરવાનું હતું ત્યાં એક સેટ પર પહાડ બનાવવામાં આવ્યો હતો જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ફેશન વીકમાં બનાવેલો સેટ કૉન્ડમનો પહાડ હતો. જેણે યુર્ઝસનું ધ્યાન ખેચ્યું હતું.

બુધવારથી શરૂ થયેલા ફેશન શોમાં પ્રખ્યાત કપડાની બ્રાન્ડ ડીઝલ (Diesel)એ એક નવું કલેક્શન લોન્ચ કર્યું છે. તેના લોન્ચિંગની થીમ ફ્રીડમ, પ્લેઝર અને એક્સપેરિમેન્ટેશન (સ્વતંત્રતા, આનંદ અને પ્રયોગ) હતી. કંપનીના નવા કલેક્શને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ડીઝલે આ માટે કંપની ડ્યુરેક્સ (Durex) સાથે કોલાબ્રેશન કર્યું હતું. ડીઝલ એપ્રિલમાં વૈશ્વિક સ્તરે લગભગ ત્રણ લાખ કૉન્ડમ આપવાનું આયોજન કરી રહી છે. તેની તૈયારી મોટા સ્તર પર કરવામાં આવી રહી છે. કંપનીએ જણાવ્યું કે, આ ફેશન વીકમાં કૉન્ડમનો પહાડ બનાવવા માટે બે લાખ કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Diesel (@diesel)


કંપનીએ જણાવ્યું છે કે, તે લોકોને ત્રણ લાખ ડ્યુરેક્સ કૉન્ડમ આપશે, જે ડીઝલ અને ડ્યુરેક્સનો સંયુક્ત પ્રયાસ હશે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Diesel (@diesel)

તમને જણાવી દઈએ કે, ડીઝલે કૉન્ડમના પહાડ સાથે જોડાયેલી તસવીરો પણ શેર કરી છે. ડીઝલની આ અનોખી સ્ટાઈલની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Diesel (@diesel)

ડિઝલ કંપનીએ એમ પણ કહ્યું કે, એપ્રિલ મહિનાથી ગ્રાહકોને તેના સ્ટોર્સ પર ફ્રી કૉન્ડમ આપવામાં આવશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Diesel (@diesel)

આ પણ વાંચો - Rajkot Fashion Show: "હમ દેખ નહીં સકતે ઓર લોગ હમે દેખને આયે હૈ"

જોકે, કૉન્ડમના પહાડો સામે ચાલી રહેલા મોડેલ્સને જોઈને સોશ્યલ મીડિયા યુર્ઝસે જાતભાતની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કોઈ આ કનસેપ્ટને ક્રિએટીવ અને બ્રિલિયન્ટ ગણાવી રહ્યાં છે તો કોઈ આ કનસેપ્ટને વિચત્ર ગણાવી રહ્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2023 07:13 PM IST | Milan | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK