કોરોનાના શેપનું પેન્ડન્ટ બનાવ્યું રશિયન જ્વેલરે
કોરોનાના શેપનું પેન્ડન્ટ બનાવ્યું જ્વેલરે
એક દાગીના બનાવતી રશિયન જ્વેલરી કંપનીએ કોરોના વાઇરસના આકારનાં પેન્ડન્ટ લૉન્ચ કર્યાં છે. જોકે તેના આ પ્રયાસને અનેક લોકોએ અસંવેદનશીલ પગલું ગણાવ્યું છે.
થોડા મહિના પહેલાં કોરોના વાઇરસના કોષની સૂક્ષ્મ ઇમેજ જાહેર કરાઈ ત્યારે આ કંપનીએ એના પેન્ડન્ટના કલેક્શનમાં આ વાઇરસની ઇમેજને ઉમેરવાનો નિર્ણય લીધો. આ પેન્ડન્ટ ઑનલાઇન ૨૦ ડૉલરમાં વેચાય છે. લોકો એ ખરીદીને તેમના સોશ્યલ મીડિયા પેજિસ પર મૂકવા લાગ્યા. કોરોના વાઇરસનો રોગચાળો ફેલાયો એ દુખની વાત છે પરંતુ પેન્ડન્ટ વાઇરલ થઈ ગયાં છે.
ADVERTISEMENT
અલબત્ત કંપનીની દલીલ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી થયેલી કટોકટીના સમયમાં નફો રળવા માટે તેમણે પેન્ડન્ટ નહોતાં બનાવ્યાં. સોશ્યલ મીડિયા પરના અમારા ફૉલોઅર્સ ડૉક્ટર્સ અને મેડિસિન સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત લોકો છે અને અગાઉ કોરોના વાઇરસથી સંક્રમિત કેટલાક લોકોએ સાજા થયા બાદ ડૉક્ટર્સને કે મેડિકલ સ્ટાફને ભેટ આપવા માટે પેન્ડન્ટ ખરીદ્યાં હતાં. હવે કંપની કોરોનાના પ્રસારને રોકવા માટે પરિશ્રમ કરનાર ડૉક્ટર્સને પાંજરામાં પુરાયેલા કોરોના વાઇરસનાં બ્રૉચ દાનમાં આપવાની યોજના બનાવી રહી છે.