ગંગનમ સ્ટાઇલમાં ડાન્સ કરતાં રસોઈ બનાવતી કન્યાને જોશો તો દંગ રહી જશો
ડાન્સ કરતાં-કરતાં રસોઈ બનાવતી કન્યા
રસોઈ કરતાં-કરતાં કોઈ ગાતું હોય એ તો સ્વાભાવિક છે, પણ સારા નામની એક કન્યા ડાન્સ કરે છે. ડાન્સ પણ કંઈ નાના-મોટા ઠુમકા જેવો નહીં, પણ ફુલ-ઑન કરે છે. ચાઇનીઝ નૂડલ્સ બનાવતી વખતે કડાઈને એક કપડાથી પકડી છે અને બીજા હાથમાં મોટો તવેથો છે.
Me making supernoodles after coming home at 4am hammered pic.twitter.com/tph250JDiI
— Sarah ? (@Hinder_Surprise) October 9, 2020
ADVERTISEMENT
ગંગનમ સ્ટાઇલ ડાન્સ કરતાં-કરતાં તે તવેથાની મદદથી આખી કડાઈને ઊંચકી લે છે અને ચારેબાજુ હિલોળા લઈને જે રીતે ફેરવે છે એ જોઈને ભલભલા લોકો મોંમાં આંગળાં નાખી જાય છે. જે રીતે કડાઈને આમ-તેમ ફંગોળે છે અને છતાં એમાંથી રાઇસ-નૂડલ્સનો એક દાણો પણ નીચે પડતો નથી. આ વિડિયો એટલો ફેમસ થયો છે કે એને દસ લાખથી વધુ વ્યુઝ મળ્યા છે.