પત્નીએ પતિના પાસપોર્ટને ટેલિફોન ડિરેક્ટરી બનાવી દીધી
પાસપોર્ટ બન્યો ટેલિફોન ડાયરી !
કેરળમાં એક મહિલાએ જે પરાક્રમ કર્યું એ જોઈને તેનો પતિ હેરાન થઈ ગયો. વાત એમ હતી કે તેને ઘરમાં એક નાનકડી ડાયરી જેવું દેખાયું જેનાં કેટલાંક પાનાં કોરાં હતાં. એ કોરાં પાનાંમાં તેણે સગાંસંબંધીઓના ટેલિફોન-નંબર્સ લખી નાખ્યાં. હજી એક-બે પાનાં બચ્યાં હતાં એમાં તેણે મહિનાના રાશનની ખરીદીનું લિસ્ટ લખી નાખ્યું. જોકે જ્યારે તેના પતિના હાથમાં આ ડાયરી આવી ત્યારે તેના હોશ ઊડી ગયા, કેમ કે આ કોઈ ડાયરી કે નોટબુક નહોતી પણ તેનો ઓરિજિનલ પાસપોર્ટ હતો. પત્ની એવી ભોટ કે તેણે કદી પાસપોર્ટ જોયો જ નહોતો અને તેને એનું મહત્વ પણ નહોતું સમજાતું.
આ પણ વાંચોઃ બે ભાઈઓએ ઘરમાં પાળ્યો છે સિંહ, કારમાં બેસાડીને ફરવા પણ જાય છે
ADVERTISEMENT
આ ઘટનાનો વિડિયો અને તસવીરો આ મહિલાના દીકરાએ સોશ્યલ મીડિયા પર વાઇરલ કયાર઼્ છે. જોકે આ તસવીરો સાથે નાનકડી સ્પષ્ટતા પણ તેણે લખી છે કે આ પાસપોર્ટ જૂનો હતો અને હવે એ કંઈ કામનો નથી એટલે પપ્પાને ખાસ નુકસાન નથી થયું.