૪૯૮૮ ડાન્સરોએ ક્લાસિકલ ભરતનાટ્યમનાં એકસાથે એક જ જેવાં સ્ટેપ્સ પર એક સુંદર પ્રસ્તુતિ કરી હતી
મુખ્યત્વે ભારત અને શ્રીલંકાના કલાકારો એમાં હતા
શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ થકી ભારત અને શ્રીલંકાની સંસ્કૃતિનો સમન્વય કરતો વર્લ્ડ રેકૉર્ડ તાજેતરમાં શ્રીલંકામાં બન્યો હતો. ગયા રવિવારે કોલંબોમાં એક જાહેર નૃત્ય ઇવેન્ટ હતી. એમાં ૪૯૮૮ ડાન્સરોએ ક્લાસિકલ ભરતનાટ્યમનાં એકસાથે એક જ જેવાં સ્ટેપ્સ પર એક સુંદર પ્રસ્તુતિ કરી હતી. કોલંબોમાં થયેલી આ ઇવેન્ટમાં ભક્તિ અને સંસ્કૃતિનો સમન્વય કરવામાં આવ્યો હતો.
મુખ્યત્વે ભારત અને શ્રીલંકાના કલાકારો એમાં હતા, પરંતુ એમાં દુનિયાભરના બીજા દેશોમાંથી પણ ડાન્સરો જોડાયા હતા. સૌથી વધુ ડાન્સરોના સાંસ્કૃતિક સમન્વય અને સિન્ક્રોનાઇઝ્ડ રજૂઆત માટે આ ઇવેન્ટને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.
