Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મોદી-મેલોનીની જોડી ફરી ચર્ચામાં! G7 સમિટમાં ઇટલીના પીએમ બોલ્યા, ‘આપણે ફેમસ કપલ...’

મોદી-મેલોનીની જોડી ફરી ચર્ચામાં! G7 સમિટમાં ઇટલીના પીએમ બોલ્યા, ‘આપણે ફેમસ કપલ...’

Published : 17 June, 2026 09:40 AM | IST | Paris
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

We are most famous couple on Instagram: G-7 સમિટમાં નેતાઓ ગ્રુપ ફોટો માટે ભેગા થયા ત્યારે જ્યોર્જિયા મેલોની અને પીએમ નરેન્દ્ર મોદી એકબીજાનું ઉષ્માભર્યું અભિવાદન કરતા જોવા મળ્યા ત્યારે ઇટલીના પીએમે મોદીને જે કહ્યું તે અત્યારે ખુબ ચર્ચામાં છે

ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં G7 સમિટમાં ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)

ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં G7 સમિટમાં ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)


ફ્રાન્સ (France)ના એવિયન-લે-બેન્સ (Evian-les-Bains) ખાતે મંગળવારે જી૭ (G7) દેશોના નેતાઓ વૈશ્વિક પડકારો, યુક્રેનને સમર્થન અને અમેરિકા-ઈરાન વચ્ચે થયેલી ઐતિહાસિક શાંતિ સમજૂતી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એકત્રિત (G7 Summit 2026) થયા હતા. આ વૈશ્વિક મહાસંમેલન વચ્ચે, ભારત (India)ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ઇટલી (Italy)ના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) વચ્ચેની ટૂંકી મુલાકાતે સોશિયલ મીડિયા (Social Media) પર ભારે આકર્ષણ જમાવ્યું છે અને ઇન્ટરનેટ પર ફરી એકવાર `Melodi` (મેલોડી) ટ્રેન્ડ પાછો ફર્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર સૌથી ફેમસ કપલ



સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Videos) થઈ રહેલા એક વીડિયોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સહિતના અન્ય વૈશ્વિક નેતાઓ સાથે ગ્રૂપ ફોટો માટે લાઇનઅપ થતા પહેલાં ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને પીએમ નરેન્દ્ર મોદી એકબીજાનું અભિવાદન કરતા અને હાથ મિલાવતા જોવા મળે છે. વીડિયોમાં ઓડિયો બહુ સ્પષ્ટ નથી, પરંતુ પીએમ મોદી જ્યોર્જિયા મેલોની સાથે સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા વિશે વાત કરી રહ્યા હોવાનું જણાય છે. આના જવાબમાં (We are most famous couple on Instagram) ઇટાલીના વડાપ્રધાને હસતા હસતા કહ્યું, "હા, આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી પ્રખ્યાત કપલ છીએ."



આ રસપ્રદ વાતચીત તેમના રોમ (Rome) પ્રવાસના લગભગ એક મહિના પછી થઈ છે, જ્યાં પીએમ મોદીએ વાયરલ `Melodi` શબ્દના સંદર્ભમાં મેલોનીને ભારતની પ્રખ્યાત `પાર્લે મેલોડી` (Parle`s Melody) ટોફીનું એક પેકેટ ભેટમાં આપ્યું હતું.

આ મીઠી ભેટનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા મેલોનીએ લખ્યું હતું, "ભેટ માટે આભાર." આ ક્લિપમાં બંને નેતાઓ તેના `વેરી, વેરી ચોકલેટી` ટેગલાઇન માટે જાણીતી કેન્ડી પકડીને ઇન્ટરનેટ ટ્રેન્ડ પર હસી રહ્યા હતા અને મેલોની કહી રહ્યા હતા કે, "વડાપ્રધાન મોદી ભેટ તરીકે એક ખૂબ જ સરસ ટોફી લાવ્યા છે."

`Melodi` ડિપ્લોમસી (રાજદ્વારી સંબંધો)

જ્યોર્જિયા મેલોની અને પીએમ મોદીના નામોને જોડીને બનેલો `Melodi` શબ્દ વર્ષ ૨૦૨૩માં તેમની દ્વિપક્ષીય બેઠક પછી એક ઇન્ટરનેટ જોક તરીકે શરૂ થયો હતો. વૈશ્વિક શિખર સંમેલનો દરમિયાન બંને નેતાઓ વચ્ચેની સહજ અને ઉષ્માભરી પળોને દર્શાવતી આ ક્લિપ્સ અને મીમ્સ સોશિયલ મીડિયા પર લાખો વ્યુઝ મેળવી ચૂક્યા છે.

મેલોનીએ પોતે વર્ષ ૨૦૨૪ માં પીએમ મોદી સાથે સેલ્ફી પોસ્ટ કરીને પહેલીવાર એક્સ (X) પર લખ્યું હતું, "હાય ફ્રેન્ડ્સ, ફ્રોમ #Melodi".

ત્યારબાદ જૂન ૨૦૨૫ માં જી૭ સમિટ દરમિયાન પણ તેમણે એક સેલ્ફી વીડિયો શેર કરીને કેપ્શન આપ્યું હતું: "હેલો, ફ્રોમ ધ મેલોડી ટીમ."

વૈશ્વિક મંચ પર થતી આવી મુલાકાતો બંને નેતાઓ વચ્ચેની મજબૂત વ્યક્તિગત કેમિસ્ટ્રી દર્શાવે છે.

માત્ર ફોટો પૂરતો સીમિત નથી આ સંબંધ

જો કે, પીએમ મોદી અને મેલોની વચ્ચેનો આ સંબંધ માત્ર ફોટો પડાવવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે બદલાતી વિદેશ નીતિનો એક ભાગ છે. ઇટલી હાલમાં ભારત માટે એક અત્યંત મહત્વપૂર્ણ વૈશ્વિક ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. બંને દેશો `ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર` (IMEC) પર સાથે મળીને કામ કરી રહ્યા છે, જે રોમને ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે યુરોપના પ્રવેશદ્વાર તરીકે સ્થાપિત કરે છે. હાલમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧૬.૭૭ અબજ ડોલરને વટાવી ગયો છે. ગયા મહિને જ પીએમ મોદીએ તેમના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં મેલોની સાથે ડિનર પર મુલાકાત લીધી હતી અને પ્રખ્યાત કોલોસિયમ (Colosseum)ની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વિવિધ વિષયો પર ઊંડી ચર્ચા કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2026 09:40 AM IST | Paris | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK