Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયન મહિલા જે કૂખથી જન્મી એ જ કૂખથી બાળકને આપશે જન્મ

ઑસ્ટ્રેલિયન મહિલા જે કૂખથી જન્મી એ જ કૂખથી બાળકને આપશે જન્મ

26 February, 2023 09:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયામાં એક યુવતીએ સર્વપ્રથમ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. તેને આશા છે કે જે કૂખથી તે પોતે જન્મી હતી હવે એ જ કૂખથી તે તેના બીજા સંતાનને જન્મ આપશે.

ઑસ્ટ્રેલિયન મહિલા જે કૂખથી જન્મી એ જ કૂખથી બાળકને આપશે જન્મ

ઑસ્ટ્રેલિયન મહિલા જે કૂખથી જન્મી એ જ કૂખથી બાળકને આપશે જન્મ


દરેક મહિલાનું મા બનવાનું સપનું હોય છે. જોકે ક્યારેક એવી મેડિકલ મુશ્કેલી આવી જાય છે જેને લીધે મહિલાઓએ અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મેડિકલ સાયન્સે આજે એટલો પ્રોગ્રેસ કર્યો છે કે આ મુશ્કેલીને દૂર કરવામાં મદદ મળે છે. અહીં આવો જ એક કિસ્સો જાણીએ.
ઑસ્ટ્રેલિયામાં એક યુવતીએ સર્વપ્રથમ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. તેને આશા છે કે જે કૂખથી તે પોતે જન્મી હતી હવે એ જ કૂખથી તે તેના બીજા સંતાનને જન્મ આપશે. આ કિસ્સામાં માતાએ તેનું ગર્ભાશય તેની દીકરીને ડોનેટ કર્યું છે.
૨૯ વર્ષની કિર્સ્ટી બ્રાયન્ટ અને તેની મમ્મી મિશેલ હેટને રિસન્ટલી સિડનીની રૉયલ હૉસ્પિટલમાં સક્સેસફુલ સર્જરી કરાવી છે. કિર્સ્ટીએ ૨૦૨૧માં તેના પહેલા સંતાન વાયલેટના જન્મના સમયે અત્યંત પીડા ભોગવવી પડી હતી. ડિલિવરી પછી ખૂબ પીડાદાયક બ્લીડિંગ બાદ એક ઇમર્જન્સી હિસ્ટેરેક્ટૉમીમાંથી તેણે પસાર થવું પડ્યું હતું. આ સર્જરીમાં ગર્ભાશય બહાર કાઢવામાં આવે છે. એનો અર્થ એ છે કે એવી સ્થિતિમાં તે બીજા બાળકને જન્મ ન આપી શકે.
આ મા-દીકરીએ રિસન્ટલી એક ટીવી-શોમાં તેમની સર્જરી વિશે જણાવ્યું હતું. બ્રાયન્ટે કહ્યું કે ‘હું જે કૂખમાંથી જન્મી એ જ કૂખથી હું મારા બાળકને જન્મ આપીશ.’
હેટને જણાવ્યું કે ‘બ્રાયન્ટે જ્યારે આ સર્જરી વિશે જણાવ્યું ત્યારે મને એ જાણીને શૉક લાગ્યો હતો.’
બ્રાયન્ટે કહ્યું કે ‘આ પ્રોસીજર કેવી છે એ સમજવી મુશ્કેલ હતી. જોકે હું જાણું છું કે બીજા બાળકને જન્મ આપવા માટે મારી પાસે આ જ એક ઑપ્શન છે, કેમ કે ઑસ્ટ્રેલિયામાં સરોગસીની પ્રોસેસમાંથી પસાર થવાની એક લાંબી પ્રોસેસ છે. મેં સરોગસી વિશે રિસર્ચ કર્યું અને એક ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ સાથે વાત કરી, એ પછી મને ખ્યાલ આવ્યો કે એ બધું મારા માટે નથી.’


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2023 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK