Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મમ્મી ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતી અને ૩ વર્ષનું બાળક ચાલતી લક્ઝરી બસમાંથી બહાર પડી ગયું

મમ્મી ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતી અને ૩ વર્ષનું બાળક ચાલતી લક્ઝરી બસમાંથી બહાર પડી ગયું

Published : 13 November, 2026 11:51 AM | Modified : 13 November, 2026 12:52 PM | IST | Gujarat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક મહિલા બે સંતાનો સાથે ટ્રાવેલ કરી રહી હતી. ૮ વર્ષની દીકરી અને ૩ વર્ષનો દીકરો. મુસાફરી દરમ્યાન બન્ને બાળકો બસમાં રમવા નીકળી પડ્યાં હતાં. એ વખતે મહિલા મોબાઇલ પર વાત કરવામાં એટલી મશગૂલ થઈ ગઈ કે દીકરો છેક ડ્રાઇવરની કૅબિન સુધી પહોંચી ગયો.

બાળક ચાલતી બસમાંથી બહાર પડી ગયું

અજબ ગજબ

બાળક ચાલતી બસમાંથી બહાર પડી ગયું


એક પ્રાઇવેટ લક્ઝરી બસ રાજકોટથી સુરત જઈ રહી હતી ત્યારે એ બસમાંથી ૩ વર્ષનું એક બાળક ચાલતી બસમાંથી નીચે પડી ગયું હતું. એક મહિલા બે સંતાનો સાથે ટ્રાવેલ કરી રહી હતી. ૮ વર્ષની દીકરી અને ૩ વર્ષનો દીકરો. મુસાફરી દરમ્યાન બન્ને બાળકો બસમાં રમવા નીકળી પડ્યાં હતાં. એ વખતે મહિલા મોબાઇલ પર વાત કરવામાં એટલી મશગૂલ થઈ ગઈ કે દીકરો છેક ડ્રાઇવરની કૅબિન સુધી પહોંચી ગયો અને તેને ખબર જ નહીં. કૅબિનમાં પહોંચ્યા પછી બસની સ્પીડને કારણે બાળક સંતુલન જાળવી શક્યું નહીં. જોકે એ જ વખતે ડ્રાઇવરનું ધ્યાન પડ્યું અને તેણે હાથ લંબાવીને બાળકને પકડવાની કોશિશ કરી. બાળક દૂર હતું અને બીજા હાથમાં સ્ટીઅરિંગ હતું એટલે ડ્રાઇવરે બૂમો પાડીને અંદરના પૅસેન્જરો પાસે મદદ માગી, પણ કોઈએ અવાજ પર ધ્યાન ન આપ્યું. ડ્રાઇવરે બસની સ્પીડ ઘટાડી દીધી હતી એમ છતાં બાળક બસમાંથી નીચે પડી ગયું. બસ રોકાઈ એટલે ડ્રાઇવરની બૂમો પેલી મહિલાને સંભળાઈ અને તે તરત દોડીને નીચે ગઈ. ડ્રાઇવરની સજગતાને કારણે બાળકને મામૂલી ઈજા થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 12:52 PM IST | Gujarat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK