Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં બૉમ્બ-બ્લાસ્ટનો ધમકીભર્યો ઈ-મેઇલ ફરી એક વાર મળતાં ખળભળાટ

મુંબઈમાં બૉમ્બ-બ્લાસ્ટનો ધમકીભર્યો ઈ-મેઇલ ફરી એક વાર મળતાં ખળભળાટ

Published : 13 November, 2026 07:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલજિત દોસાંઝની કૉન્સર્ટ સાથે મેયરની ઑફિસ અને બિગ બીના બંગલાને ઉડાવવાની ધમકી, ૧૫ દિવસમાં ફરી ખાલિસ્તાન સંગઠનના નામે ઈ-મેઇલ મોકલાયો

મેયર રિતુ તાવડેની ઑફિસમાં ચેકિંગ કરવા જઈ રહેલી ટીમ.

મેયર રિતુ તાવડેની ઑફિસમાં ચેકિંગ કરવા જઈ રહેલી ટીમ.


૨૩ ઑક્ટોબરે મુંબઈમાં અનેક જગ્યાએ બૉમ્બ-બ્લાસ્ટ કરવાની ધમકી ઈ-મેઇલ દ્વારા આપવામાં આવી હતી જેમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) હેડ ક્વૉર્ટરમાં આવેલી મેયર રિતુ તાવડેની ઑફિસ, બૉમ્બે હાઈ કોર્ટ, બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ, મહાલક્ષ્મી રેસકોર્સ અને અમિતાભ બચ્ચનના જલસા બંગલાનો પણ ઉલ્લેખ કરાયો હતો. દરમ્યાન ગઈ કાલે ફરી એક વાર ધમકીભર્યો ઈ-મેઇલ આવતાં મુંબઈ પોલીસ અલર્ટ મોડ પર આવી ગઈ છે. આ વખતે પણ મેયર રિતુ તાવડેની ઑફિસ, પંજાબ નૅશનલ બૅન્ક (PNB), ૨૭ નવેમ્બરે સિંગર દિલજિત દોસાંઝનો કૉન્સર્ટ યોજાવાનો છે એ સ્થળ, મહાલક્ષ્મી રેસકોર્સ, અમિતાભ બચ્ચનનો જલસા બંગલો અને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જ ઈ-મેઇલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈમાં યોજાનારી દિલજિત દોસાંઝની કૉન્સર્ટને નિશાન બનાવવા માટે આઇફોન બૉમ્બ લઈ જઈ રહેલા એક વાહનનો ઉપયોગ કરવામાં આવશે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ગુરુવારે સવારે મુંબઈમાં સત્તાવાળાઓને ‘હાઈ અલર્ટ’ પર મૂકવામાં આવ્યા હતા. સવારે ૧૦.૫૨ વાગ્યે reduak079@gmail.com નામના અકાઉન્ટ પરથી આ ઈ-મેઇલ મોકલવામાં આવ્યો હતો. આ ઈ-મેઇલમાં કફ પરેડસ્થિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને દક્ષિણ મુંબઈમાં આવેલી PNB બૅન્કની ઝવેરીબજાર શાખાનો પણ ઉલ્લેખ હતો.



ઈ-મેઇલની સબ્જેક્ટ લાઇનમાં મુંબઈમાં આવેલી PNBની એક શાખામાં બપોરે ૧.૧૧ વાગ્યે બૉમ્બ-વિસ્ફોટ થવાનો ઉલ્લેખ હતો. આ ઉપરાંત એમાં ૨૭ નવેમ્બર અને ૩૧ ડિસેમ્બર જેવી તારીખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને બૉમ્બ હુમલા વિશેની ધમકીભરી વિગતો આપવામાં આવી હતી. આ સાથે એમાં ખાલિસ્તાન અને ખાલિસ્તાન નૅશનલ આર્મી નામના સંગઠનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આ જ સંગઠને ૩૧ ઑક્ટોબરથી ૨૭ નવેમ્બરની વચ્ચે મુંબઈમાં બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપતો ઈ-મેઇલ કર્યો હતો. 


ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યા બાદ BMCનો સિક્યૉરિટી સ્ટાફ અલર્ટ મોડ પર આવી ગયો હતો અને તરત જ તપાસ ચાલુ કરી દીધી હતી. જોકે એ તપાસમાં કશું પણ શંકાસ્પદ મળ્યું નહોતું. એ સાથે જ ઈ-મેઇલમાં જણાવેલાં અન્ય લોકેશનની પણ તપાસ કરવામાં આવી હતી. એમાં પણ કશું મળ્યું નહોતું.

યહાં ડરના મના હૈ ધમકીભર્યા કૉલ વધતાં બૉલીવુડની સલામતીની ખાતરી આશિષ શેલારે આપી


વધતા જતા હુમલાઓ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ ધમકીભર્યા કૉલ બાબતે મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન આશિષ શેલારે બૉલીવુડને સલામતીની ખાતરી આપી. તેમણે કહ્યું હતું કે મુંબઈ પોલીસ આવા કૉલ ટ્રેસ કરી રહી છે, ધમકીઓની સત્યતા પારખી રહી છે અને ગુનેગારોને શોધી રહી છે. ગુરુવારે એક પત્રકાર પરિષદમાં આ મુદ્દાને સંબોધતાં આશિષ શેલારે જણાવ્યું હતું કે નાગરિકોને ડરવાની જરૂર નથી, મુંબઈ પોલીસ સક્ષમ છે. ધમકીભર્યા કૉલની સંખ્યા વધવા છતાં યહાં ડરના મના હૈ, હું ફક્ત એટલું જ કહીશ. 

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK