Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Thane Fire: થાણેના રેસ્ટોરન્ટમાં ભભૂકી ઊઠી આગ: લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ

Thane Fire: થાણેના રેસ્ટોરન્ટમાં ભભૂકી ઊઠી આગ: લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ

Published : 13 November, 2026 12:35 PM | Modified : 13 November, 2026 12:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Thane Fire: આ આગ ઉથળસર વોર્ડ કમિટી ઓફિસની પાસેના નંદગાંવકર હાઇટ્સ બિલ્ડિંગમાં આવેલ એક બારમાં લાગી હતી. થાણે મહાનગરપાલિકાને ઘટનાની જાણ સવારે આશરે 5:42 વાગ્યે કરવામાં આવી હતી.

આગ લાગ્યા બાદ રેસ્ટોરેન્ટની હાલત

આગ લાગ્યા બાદ રેસ્ટોરેન્ટની હાલત


13 નવેમ્બરના રોજ થાણે પશ્ચિમના ઉથળસર વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં આગ (Thane Fire) લાગી હતી. આ આગને કારણે રેસ્ટોરન્ટના ગ્રાઉન્ડફ્લોર પર રાખવામાં આવેલ ફર્નિચર, ઇલેક્ટ્રિકલ ઉપકરણો અને અન્ય સામાન બળી ગયો હતો. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ક્યાં લાગી હતી આ આગ?



આ આગ (Thane Fire) ઉથળસર વોર્ડ કમિટી ઓફિસની પાસેના નંદગાંવકર હાઇટ્સ બિલ્ડિંગમાં આવેલ એક બારમાં લાગી હતી. થાણે મહાનગરપાલિકાને ઘટનાની જાણ સવારે આશરે 5:42 વાગ્યે કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.


૪૦ મિનિટમાં આગ ઓલવાઈ

આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા બે ફાયર એન્જિન અને એક રેસ્ક્યૂ વાહન તૈનાત કરવામાં આવ્યા હતા. રાબોડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. લગભગ ૪૦ મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ (Thane Fire) મેળવી લેવામાં આવ્યો હતો. સવારે ૬.૨૦ વાગ્યે આગ પર સંપૂર્ણ અંકુશ મેળવી લેવામાં આવ્યો હતો.


રેસ્ટોરન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પરની વસ્તુઓ બળીને ખાખ

આ આગને કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ રેસ્ટોરન્ટના કાઉન્ટર, રેફ્રિજરેટર, ટેબલ, ખુરશીઓ, ટેલિવિઝન અને અન્ય વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાની તપાસ ચાલી રહી છે, વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આગની એક અન્ય ઘટના: કોલશેત રોડ પર ભંગાર બળીને ખાખ

૧૧ નવેમ્બરના રોજ થાણે (પશ્ચિમ)ના કોલશેત વિસ્તારમાં કોલશેત ખાડી રોડ પર આવેલા તર્યાચા પાડા ખાતે એક કમ્પાઉન્ડમાં ભેગો કરવામાં આવેલો કચરો અને ભંગાર બળી (Thane Fire) ગયો હતો. આ ઘટનાની જાણ રાત્રે ૧૦:૪૪ વાગ્યે થઈ હતી, જે બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આપત્તિ વ્યવસ્થાપન અધિકારી યાસિન તાડવી ફાયર બ્રિગેડના જવાનો અને પાણીના ટેન્કર સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મધ્યરાત્રિએ ૧૨:૨૦ વાગ્યે ફાયર બ્રિગેડના જવાનોએ આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી.

વધુ એક આગની ઘટના: થાણેમાં મંડપ સજાવટના ગોડાઉનમાં પણ આગ

મ્યુનિસિપલ અધિકારીઓના જણાવ્યા અનુસાર થાણેમાં બુધવારે એક ગોડાઉનમાં આગ લાગી હતી જેમાં મંડપ ડેકોરેશનની સામગ્રી મૂકવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ગોડાઉન કલવા વિસ્તારના ખારેગાંવમાં આવેલું હતું. આશરે ૨૫ ફૂટ બાય ૨૦ ફૂટના શેડમાં આવેલ આ ગોડાઉનમાં મંડપ સજાવટની સામગ્રી રાખવામાં આવી હતી. અહીં રાત્રે ૨:૦૨ વાગ્યે આગ (Thane Fire) લાગી હોવાની માહિતી આપવામાં આવી હતી, એમ પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK